ચુંટણી સમયે જ યાદ આવ્યુ! તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા બાળકોની યાદમાં બનશે સ્મારક: હેમાલી બોઘાવાલા

સુરત(Surat): શહેરના સરથાણા(Sarthana) વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડ(takshashila agnikand surat)માં 22 જેટલા બાળકો જીવતા હોમાઈ ગયા હતા. જેને લઈને પાટીદાર વિસ્તારોમાં ભાજપને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો હતો. માત્ર એટલું જ નહી પરંતુ હજારો કરોડનો બજેટ વાળી સુરત મહાનગરપાલિકા(SMC) બાળકોનો જીવ બચાવવામાં નિષ્ફળ નીવડી હતી. આપણે સૌ જાણીએ છીએ કે, આજ દિન સુધી ભોગ બનનાર પરિવારને ન્યાય મળ્યો નથી. જેને કારણે ભાજપ પ્રત્યે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતી ઇલેક્શનની તારીખ જાહેર થાય તેના એક કલાક પહેલા સુરતના મેયર હેમાલી બોઘાવાલા(Hemali Boghawala) દ્વારા સ્મારક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

શું ચૂંટણી પહેલા જ તક્ષશિલા યાદ આવી?
સુરત મહાનગરપાલિકાના વર્ષ 2022-23ના બજેટમાં સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા બિલ્ડીંગની દુર્ઘટના બનાવ હેઠળ મૃતકોને શ્રધ્ધાંજલિ અને સ્મરણ માટે સ્મારક બનાવવાનું અલાયદા બજેટની જોગવાઈ કરવામાં આવેલ જે હેઠળ મ્યુનિસિપલ કમિશનર ની તા.1-11-2022ની દરખાસ્ત અન્વયે નવો પુર્વ(સરથાણા) ઝોનમાં ટી.પી. સ્કીમ નં .21(સરથાણા–સીમાડા), ટી.પી. સ્કીમ નં .22(સરથાણા–વાલક) અથવા નજીક ઉપલબ્ધ જગ્યામાં તક્ષશીલા દુર્ઘટના હેઠળ મૃતકોને શ્રધ્ધાંજલી તથા સ્મરણ માટે સ્મારક બનાવવા માટે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવશે.

તક્ષશિલા સ્મારક બનાવવામાં આવશે: મેયર
જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જે હજારો કરોડના વિકાસના કામોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે તેમાં તક્ષશિલા સ્મારક બનાવવાનું પણ વાત કરવામાં આવી હતી. આજે જે તે સ્મારક ઝડપથી બનાવવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવે છે.

એ દિવસ જયારે આસુઓનું પુર આવી ફર્યું હતું દરેકની આંખોમાં આંસુ હતા:
પોતાના ભવિષ્યના ઘડતરમા વ્યસ્તએ બાળકોને કયા જાણ હતી કે, પોતાના ભવિષ્યનુ ઘડતર અધવચ્ચે મુકી આ જીવનનુ ગણતર જ પુર્ણ થઈ જનાર છે. એ દરેક બાળકોના માતા- પિતા પર જીવનનો એવો કઠોર ભાર આવ્યો હશે જે અસહનીય અને પીડાદાયક છે કેટ કેટલી અપેક્ષાઓ હશે ? એ માતા પિતાને પોતાના બાળકો પર કેટ કેટલા સપનાઓ જોયા હશે પોતાના સંતાનોના ભવિષ્ય ના..!

દરેક વિધાર્થીઓ સુરત શહેરના સંતાન હતા અને આ દુઃખદ સમયમા તેમના પરીવાર સાથે આખુ સુરત શહેર ઉભુ છે હતું છે અને હરહંમેશ સુરત એમના પરિવાર સાથે ઉભું રહેશે. આજે પણ એ વાલીઓ ન્યાય માટે સુરતના જાબાજ યોદ્ધાઓ લડી રહ્યા છે ભગવાન કરે આવી ઘટના બીજી વખત ક્યાંય પણ બનવા ના દે, એક હકીકત કહીએ કે પ્રશ્ન, પરંતુ જો આજ ઘટનામાં કોઈ MP, MLA, CM,કે PM ના દીકરા દીકરી હોત તો ન્યાય માટે એકવર્ષ લડવું પડત ખરા.. ?

જ્યારે પણ એ સ્થળ ની આજુબાજુમાંથી નિકળીએ તો પણ એ દ્રશ્યો આંખ સામે આવી જાય છે તો વિચારો જે બાળકોના જીવ ગયા છે એમના પરિવાર પર શુ વિતત્તી હશે. જીવ બચાવવા આમ તેમ દોડી ચિચિયારી પાડતા એ બાળકોને સુરત અને જ્યાં જ્યાં સુધી આ કાળજું ફાટી જાય તેવા અગ્નિકાંડના વિડીયો પોહચ્યા હશે એ વિડીયો જોનાર વ્યક્તિ ક્યારેય નહીં ભૂલે. દોસ્તો આ પરિવારો પર જે દુઃખ આવી પડયુ છે તેને શબ્દોથી કહેવાની કે વર્ણન કરવાની મારી તો કોઈ હેસીયત પણ નથી પણ આ પરીવાર આપણો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *