સાવધાની હટી દુર્ઘટના ઘટી: રિક્ષા રિવર્સ લેતા વિદ્યાર્થિની અડફેટે આવી, જુઓ અકસ્માતનો LIVE વિડીયો

Surat Auto Accident: સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેસુ ખાતે આવેલા શ્યામ મંદિર પાસે આવેલા કેવલનગરમાં ગમખ્વાર અકસ્માત (Surat Auto Accident) સર્જાયો હતો. જેમાં બાળકોને મૂકવા આવેલી રિક્ષાને ચાલક રિવર્સમાં લઈ રહ્યો હતો. આ દરમિયાન એક 9 વર્ષનું માસૂમ બાળક નીચે અડફેટે આવી ગયું હતું.

હીચકારા અકસ્માતના સીસીટીવી સામે આવ્યાં છે. જો કે, સમગ્ર અકસ્માતમાં કોઈ બાળકને ઈજા પહોંચી નથી. અકસ્માતના વીડિયો સામે આવતાં હાલ સાવધાની દાખવવાની સૌની ફરજ હોવાનું સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યું છે.

રિક્ષા રિવર્સ લેતા જતા સર્જાઈ આ દુર્ઘટના
વેસુ ખાતે આવેલા શ્યામ મંદિર પાસે એક અકસ્માત સર્જાયો હતો.જેમાં બાળકોને મૂકવા આવેલી રિક્ષાને ચાલક રિવર્સમાં લઈ રહ્યો હતો. આ દરમિયાન એક 9 વર્ષનું માસૂમ બાળક નીચે અડફેટે આવી ગયું હતું. ત્યારે આ ઘટના ત્યાં લાગેલ સીસીટીવીમાં કેદ થઇ હતી.

જેમાં જોવા મળ્યું હતું કે, ખાનગી શાળાની બહાર વિદ્યાર્થીઓ ટોળામાં ઉભા હતા. તે સમયે બાળકોને સ્કૂલે મૂકવા આવેલ સ્કૂલ રીક્ષા ચાલકે અકસ્માત કર્યો હતો. ઓટો રિક્ષા રિવર્સ લેતા શાળાના બાળકોને ટક્કર મારી હતી.

વાલીઓએ રિક્ષાચાલક સામે પગલાં ભરવા માંગ કરી
આ ઘટનામાં 9 વર્ષની વિદ્યાર્થીની રીક્ષા નીચે આવી ગઇ હતી. જોકે રાહતની વાત તો એ છે કે, સદ્દનસીબે કોઈ ઇજા પહોંચી ન હતી. ત્યારે આ ઘટનાને લઇ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. અને આવા બેદરકાર રિક્ષા ચાલકો સામે પગલાં ભરવાની માંગ વાલીઓએ કરી હતી.