થોડાં દિવસો પહેલાં જ ફિલ્મોમાં પ્રખ્યાત એકટર એવાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવી નાખ્યું હતું. સુશાંત સિંહ રાજપૂતનું આવું પગલું ભરવાથી તેમનાં ફેન્સ ઉપર તેની ખરાબ અસર પડી છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસને 1 મહિનાથી પણ વધુ સમય પસાર થઇ ચૂકયો છે, પરંતુ હજી પણ તેની અસર સમાજનાં યુવાનો પર જોઇ શકાય છે. છત્તીસગઢના ભિલાઇનાં એક બનાવમાં સુશાંત સિંહ રાજપૂતની ફેન બતાવનાર માત્ર 13 વર્ષની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા હોબાળો મચી ગયો છે.
સગીર વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટમાં લખીને કહ્યું છે, કે તે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી આઘાતમાં સરી ગઇ હતી. તેનો ફેવરેટ એક્ટર આવી રીતે મરી ગયો જેનાથી તેને સારુ નહોતું લાગતું આ જ કારણે તેણે પણ પોતાની જીવનલીલાને સંકેલી દીધી છે.
ભિલાઇ પોલીસે પરિવારજનોની પૂછપરચ્છ બાદ જણાવતાં કહ્યું, કે વિદ્યાર્થીનીના પિતા રાયપુરની એક ખાનગી કંપનીમાં જોબ કરે છે. તેમના કુલ 3 બાળકો છે, જેમાં આત્મહત્યા કરનાર આ દીકરી સૌથી મોટી હતી. બુધવારે સવારે જ આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની માતા પોતાના 2 બાળકોને લઇને પિયર ગઇ હતી.
આથી, વિદ્યાર્થીની પણ પોતાના ઘરમાં એકલી જ હતી. પૂછપરછ કરતાં ખબર પડી, કે 7માં ધોરણની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતાં પહેલાં જ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘છિછોરે’ જોઇ હતી. ત્યારપછી તેના પિતાની સાથે સુશાંત સિંહ રાજપૂત અને ફિલ્મ ‘છિછોરે’ને લઇને વાતચીત પણ કરી હતી.
પિતાએ પોલીસને જણાવતાં કહ્યું, કે થોડીવાર તેમણે પણ દીકરીની સાથે બેસીને પણ ફિલ્મ ‘છિછોરે’ જોઇ હતી. ત્યારપછી તેમણે દીકરીને બજારમાં આવવાનું પણ કહ્યું હતું, પરંતુ તેણે ના પાડી દીધી હતી. સાંજે લગભગ 5 વાગ્યે ઘરની વસ્તુ લેવા માટે પિતા બજારમાં ગયા હતા. આવીને તેમણે જોયું તો તેઓ તો સ્તબ્ધ થઇ ગયા હતાં.
તેની દીકરી ફાંસીના ફંદા પર જીવ આપી પણ ચૂકી હતી. પિતાનો રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં એકઠાં થઇ ગયા હતાં. તેઓ વિદ્યાર્થીનીને ફંદા પરથી નીચે ઉતારીને હોસ્પિટલમાં લઇ ગયા હતાં પણ ડૉકટરે ચેકઅપ પછી તેને મૃત જાહેર કરી દીધી હતી.
વિદ્યાર્થીની માતાનું જણાવવું છે, કે સુશાંત સિંહ રાજપૂતના મોત પછીથી વિદ્યાર્થીની સતત તેના જ ગીતો સાંભળતી હતી. તે સતત TV ચેનલો પર સુશાંત સિંહ રાજપૂતની સાથે જોડાયેલા જ સમાચાર શોધતી રહેતી હતી. જો, કે ઘરવાળાને જરાય શંકા ન હતી, કે વિદ્યાર્થીની ચિંતામાં જઇને આટલું મોટું પગલું પણ ભરી લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.