14 વર્ષનો સગીર કોચિંગ જવાનું કહી નીકળ્યા બાદ થયો ગુમ, રૂમમાંથી મળેલા પત્રમાં લખું હતું એવું કે…

ગ્વાલિયર: હાલમાં ઘરેથી કોચિંગનો અભ્યાસ કરવા નીકળેલ વિદ્યાર્થી પાછો ફર્યો ન હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે વિદ્યાર્થી પરત ન ફર્યો ત્યારે પરિવારે તેની…

ગ્વાલિયર: હાલમાં ઘરેથી કોચિંગનો અભ્યાસ કરવા નીકળેલ વિદ્યાર્થી પાછો ફર્યો ન હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે વિદ્યાર્થી પરત ન ફર્યો ત્યારે પરિવારે તેની શોધખોળ કરી, પરંતુ તેનો પત્તો લાગ્યો નહીં. ઘટના મહારાજપુરાના આદિત્યપુરમની છે. જ્યારે પરિવાર તેના રૂમમાં પહોંચ્યો, ત્યારે તેમને એક પત્ર મળ્યો, જેમાં તેણે લખ્યું છે કે તે પોતાની મરજીથી જઈ રહ્યો છે અને જો તેઓ તેને શોધવાનો પ્રયત્ન કરશે તો તે મરી જશે. આ બાબતની જાણ થતાં પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની જાણ કરી હતી. પોલીસે ગુમ થયેલી વ્યક્તિ સગીર હોવાથી અપહરણનો ગુનો નોંધ્યો છે.

મહારાજપુરાના આદિત્યપુરમના રહેવાસી હરિસિંહનો પુત્ર રાજા સિંહ મૂળ પોર્સા મોરેનાનો છે. અહીં તેનો મોટો પુત્ર, પુત્રવધૂ અને નાનો પુત્ર રહે છે. ગઈકાલે તેનો 14 વર્ષનો પુત્ર રાજા (નામ બદલ્યું છે) કોચિંગમાં જવાનું કહીને ઘર છોડી ગયો હતો. તે 9માં ધોરણનો વિદ્યાર્થી છે. જ્યારે તે પરત ન ફર્યો ત્યારે પરિવારના સભ્યોએ તેની શોધખોળ કરી પરંતુ તેની કોઈ જાણ થઇ નહીં.

ત્યારબાદ પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. તેની ફરિયાદના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી હતી. વિદ્યાર્થીએ ઘર છોડતા પહેલા પરિવારને પત્ર લખ્યો છે.  આ પત્રમાં લખ્યું હતું કે, તે પોતાની મરજીથી ઘર છોડી રહ્યો છે. તેને શોધવાનો પ્રયાસ કરશો નહીં, જો તમે પ્રયત્ન કરશો તો તે તેના મૃત્યુ માટે જવાબદાર રહેશે.

ઘરના રૂમની ચાવી બોરી નીચે મૂકી છે તે ત્યાંથી લઇ લેજો. આ વિદ્યાર્થી કોચિંગનું કહ્યા બાદ બહાર આવ્યો હતો તે ગુમ થઈ ગયો છે જેથી અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે. વિદ્યાર્થી દ્વારા એક પત્ર પણ છોડવામાં આવ્યો છે. પરંતુ, વિદ્યાર્થી અંગે હજુ કંઈ માહિતી મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *