સુરતમાં ધોરણ 11માં ભણતી કિશોરીને 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા પરિવાર પણ અચંબિત, પિતાને જાણ થતા…

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં રહેતી ધોરણ-11 કોમર્સની એક વિદ્યાર્થિનીને પેટના દુખાવા બાદ 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા માતા સહીત આંખો પરિવાર આશ્ચર્યમાં પડી ગયો છે. ઘરેથી શાળા જતા સમયે વચ્ચે તેમના પરિચયમાં આવેલા મિલ કર્મચારી સાથે પ્રેમમાં બંધાયેલી સગીરાના 6 મહિનાના ગર્ભથી પિતાને અજાણ રાખ્યા હોવાનું પીડિત સગીરાએ જણાવતા કહ્યું છે. હાલમાં આ યુવતીને સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં દાખલ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જોવા જઈએ તો સગીરા પરિવાર અને પોલીસને આડા અવળા જવાબ આપીને ગોથે ચડાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન સગીરાના પિતાને આ અંગેની જાણ થતા દીકરીને મારી નાખવાનું જ કહી રહ્યા હોવાનું દીકરીની માતાએ જણાવ્યું હતું.

કિશોરીથી ભૂલ થઈ ગઈ:
પીડિત કિશોરીની માતાએ જણાવતા કહ્યું છે કે, તેના પિતાને આ અંગેની જાણ થતા દીકરીને મારી નાખવાનું જ કહી રહ્યા છે. જ્યારે દીકરીથી ભૂલ થઇ ગઈ અને સતત આજીજી કરી રહી છે મને માફ કરી દો. જોકે, તે તેના પ્રેમી એવા યુવકનું નામ જણાવવા માટે ઇનકાર કરી દીધો છે. પીડિતાએ કહ્યું કે, તેમણે 3 મહિના અગાઉ યુવક સાથે છેલ્લી મુલાકાત કરી હતી ત્યારબાદ તેની કોઈ સંભાળ નથી. તબીબો ઝડપથી ગર્ભપાત કરી આપે તો અમે ઘરે જઈએ, બે દિવસ થઈ ગયા છે હોસ્પિટલમાં જલ્દી ગર્ભપાત કરાવી આપો, પોલીસ પણ આ ઘટનાને લઈને નિવેદન લઈ ગઈ છે.

પ્રેમમાં પાગલ કિશોરી:
પીડિત સગીરાએ રડતા રડતા જણાવતા કહ્યું હતું કે, મને ખબર જ નથી કે, હું ગર્ભવતી ક્યારે બની ગઈ, હું હાલમાં ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરી રહી છું, મારે એક નાનો ભાઈ છે અને મારા પિતા મિલના કર્મચારી છે. અમે ઉત્તરપ્રદેશના રહેવાસી છીએ. 5 મહિના અગાઉ હું ઘરે અને શાળા જતા સમયે એક યુવકના પરિચયમાં આવી હતી. ત્યારબાદ તેમના પ્રેમમાં પાગલ બની ગઈ હતી.

સોનોગ્રાફીમાં થયો મોટો ઘટસ્ફોટ:
વધુમાં પીડિતાએ જણાવતા કહ્યું હતું કે,તેમના પરિચયમાં આવેલ યુવક મિલમાં નોકરી કરે છે. જોકે ગર્ભ પ્રેમીનો છે કે નહીં એ બાબતે કિશોરી પણ ચુપ રહી હતી. શુક્રવારના રોજ રાત્રે અચાનક પેટમાં દુખાવો થતા સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવેલી કિશોરીના સોનોગ્રાફીમાં 6 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. ડોક્ટરોએ તુરંત જ એમએલસી કરાવી પોલીસને જાણ કરી હતી અને આગળની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

મને પણ નથી ખબર કે આ કેમ થયું:
પીડિત કિશોરીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારા પિતા મારા ગર્ભથી આ વાતથી અજાણ છે અને મારા પિતા ગુસ્સાવાળા છે. હું તે યુવકને ખૂબ જ પ્રેમ કરું છું. મારા પિતાને ખબર પડશે તો એ યુવકને મારશે, મને નથી ખબર મારાથી કેવી રીતે આવી ભૂલ થઈ ગઈ. જોકે હાલ પીડિત કિશોરીના નિવેદનને સાંભળીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *