સુરતના ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવકો ભેગા થઈને રમી રહ્યા હતા ક્રિકેટ અને અચાનક જ આવી પોલીસ પછી તો.., જુઓ વિડિઓ

ગુજરાતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમ છતાં લોકો બેદરકાર બની રહ્યા છે. કોરોનાને સામેથી નોતરું આપી રહ્યા હોય તેવી ઘટનાઓ સતત…

ગુજરાતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમ છતાં લોકો બેદરકાર બની રહ્યા છે. કોરોનાને સામેથી નોતરું આપી રહ્યા હોય તેવી ઘટનાઓ સતત સામે આવતી રહી છે. સુરતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ક્રિકેટ રસિકો ક્રિકેટ રમવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોલીસને આ વાતની જાણ થતા જ પોલીસની પેટ્રોલિંગ વાન મોટા વરાછાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોચી હતી. પોલીસની વાન પહોચતા જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેનો વિડીઓ ખુબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સુરતમાં લોકો કોરોના હોવા છતાં પણ બેદરકારી દાખવી રહ્યા છે જે ખુબ ગંભીર બાબત કહી શકાય. આજુબાજુના લોકોના કહેવા અનુસાર, ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવા આવેલ યુવકોના ટોળે ટોળા દેખાઈ રહ્યા છે. આ યુવાનોમાં કોરોનાને લગતો કોઈ જ ડર ન હોય તેવી રીતે યુવકો ટોળામાં બેસીને ક્રિકેટ જોઈ રહ્યા હોય છે. પોલીસને જાણ થતા જ પોલીસની પીસીઆર વાન મોટાવરાછાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં અચાનક જ પહોચી હતી.

પોલીની પીસીઆર વાન ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર પહોચી હતી અને જેને લીધે અફર તફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસના હાથે પકડાવવાની બીકને લીધે યુવાનો પોતાના વાહનને લઈને ઉભી પુછડીયે ભાગ્યા હતા. ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોલીસ પહોચતા જ દ્રશ્ય જોવાલાયક હતા.

એક સાથે આટલા બધા યુવાનો એક સાથે બેસવા આવેલ અને ક્રિકેટ રમવા આવેલ જોઇને એવું લાગી રહ્યું છે કે, યુવાનો સામેથી કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય. જે એક મોટી ગંભીર બેદરકારી ગણી શકાય. જાણે યુવાનોને કોરોનાને લીધે કઈ ભય જ ન હોય તેવું લાગી રહ્યું છે.

હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. તમે વીડીઓમાં સ્પષ્ટ પણે જોઈ શકો છો કે, કેવી રીતે પોલીસ વાન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવતા જ યુવાનો ઉભી પુછડીએ પોલીસની સામેથી જ ભાગી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *