બાળમજૂરી? શિક્ષકને ખરાબ રોડને કારણે તકલીફ પડતાં વિદ્યાર્થીઓ પાસે પુરાવ્યા ખાડા…

Maharashtra Teacher News: મહારાષ્ટ્રના છત્રપતિ શંભાજીનગરમાં ખરાબ રસ્તાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓ પાસે ખાડાઓ (Maharashtra Teacher News) પુરાવ્યા હતા. આ ખાડા પૂરવાનો વિડીયો વાયરલ થઈ ગયો છે. લોકોએ પોતાની તીખી પ્રતિક્રિયાઓ રજૂ કરી છે.ઔરંગાબાદના ગંગાપુર તાલુકાના ધોરેગામ થી ભોલેગામ સુધી રોડ પર મોટી સંખ્યામાં ખાડા છે.

આ ખાડાને કારણે બાઇક પરથી આવતા જતા શિક્ષકોને મુશ્કેલી પડી રહી હતી. આ તમામ મુશ્કેલીઓથી બચવા માટે સ્થાનિક પ્રશાસનની રજૂઆત કરવાને બદલે નાના નાના વિદ્યાર્થીઓ પાસે ખાડા પુરાવ્યા હતા. તેનો એક વિડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બાળકો પેન્દાપુરના જિલ્લા વિદ્યાલયમાં ભણે છે. તેઓ એક થી સાત ધોરણ માં અભ્યાસ કરે છે.

બાળકો પાસે પુરાવ્યા ખાડા
બાળકોને ભણવા માટે સ્કૂલમાં મોકલવામાં આવે છે. તેમને ભણાવવા માટે સ્કૂલમાં છ પુરુષ શિક્ષકો અને ચાર મહિલા શિક્ષકો કાર્યરત છે. બાળકો પાસે ખાડા પૂર આવવાનો વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિક લોકો સ્કૂલ પ્રશાસન અને શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે.

બાળકોના માતા પિતાનું કહેવું છે કે અમે બાળકોને ભણાવવા માટે મોકલીએ છીએ મજૂરી કરાવવા માટે નહીં. આ ખોટું થઈ રહ્યું છે. રસ્તા પર ગાડીઓ આવતી જતી હોય છે બાળકોને રસ્તા પર કંઈક થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે.

શિક્ષકોએ બચાવ કર્યો
બાળકો પાસે ખાડા ભરાવનાર શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. શિક્ષકોનું કહેવું છે કે આ પ્રશાસન માટે શીખ અને બાળકોને શીખવા માટેની એક નવી એક્ટિવિટી છે. બાળકો પાસે કોથળા અને પ્લાસ્ટિકના તગારા વડે ખાડાઓમાં પથ્થર નખાવતા જોઈ શકાય છે. આ વિડીયો જોઈ લોકો વિચારવા પર મજબૂર થઈ ગયા છે કે જે કામ સ્થાનિક પ્રશાસનનું છે તે કામ આ બાળકો પાસે કરાવવામાં આવી રહ્યું છે.