(સુના સો ચુના) : ઘણા વર્ષો બાદ દક્ષિણ ગુજરાત ને સમગ્ર ગુજરાતનું પ્રદેશ પ્રમુખનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત ના નેતાઓ તેમજ દક્ષિણ ગુજરાત વાસીઓ માં ખુશીની લાગણી હોય એ સ્વાભાવિક છે પરંતુ હાલમાં સુરતમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, લોકો મોતની ચાદર ઓઢી રહ્યા છે ત્યારે પોતાનું મંત્રીપદ સાચવવા હરખ ધેલા બનેલા મંત્રીઓ અને મંત્રી બનવાના સપના જોતા ધારાસભ્યો તેમજ પોતાની જાતને કોઈ સારી જગ્યાએ ગોઠવવામાં આવે તેવી આશા રાખતાં અબુધ નેતાઓ દ્વારા જે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં સોશિયલ distance નો સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો તે જોતા હવે આ મોત સાથે ખેલનારા સત્તા લાલચુ સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી થશે કે પછી પૂંછડી દબાવીને સરકાર અને તંત્ર બેસી રહેશે ? એવા સવાલો સોશિયલ મીડિયામાં ઉઠયા છે.
ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપરથી વડાપ્રધાન પદ સુધી પહોંચનાર નરેન્દ્ર મોદીએ કોરોના ના સમયમાં લોકોને ‘દો ગજ ની દૂરી’ અને ‘કોરોના’ અર્થાત ‘કોઈ રોડ પર ના નીકળે’ એવી સુફિયાણી સલાહ આપી હતી પરંતુ મોદીના નેતાઓએ જ આ સલાહો ના ધજાગરા ઉડાડ્યા છે ત્યારે જો પ્રધાનમંત્રી ને પોતાની વાતનું ખરેખર મહત્વ સમજાતું હોય અને સાચા અર્થમાં તેમને કોરોનાની મહામારી માં લોકોની ચિંતા થતી હોય તો તેમણે દિલ્હીમાં બેઠા-બેઠા દક્ષિણ ગુજરાતના આ નેતાઓને પાઠ ભણાવવો જોઈએ. અન્યથા તો એમ જ સમજવું રહ્યું કે ભાજપ સત્તા માટે ગમે તે કરી શકે છે અને ભાજપના નેતાઓ સત્તા માટે લોકોને શાણી સલાહ તો આપે છે પરંતુ એને પોતાના નેતાઓ માટે લાગુ કરતા ડરે છે.
જોકે સી.આર.પાટીલની રેલી યોજાય તે પહેલાં જ સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ ચાલ્યો હતો. આ વિરોધ પાછળનું મુખ્ય કારણ કોરોનાની મહામારી હતી. જો કદાચ કોરોનાની મહામારી ન હોત તો સુરતમાં સી આર પાટીલ ની અભૂતપૂર્વ રેલી યોજાઇ હોત એ વાત બેમત છે. કારણકે સી.આર.પાટીલને પ્રદેશ અધ્યક્ષ બનાવતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આનંદની લહેર પ્રસરી હતી પરંતુ કોરોનાની મહામારી ના સમયમાં જ્યારે અબુધ નેતાઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેનો સોશિયલ મીડિયામાં કે પછી મીડિયામાં વિરોધ થાય અને થવો જ જોઈએ.
એટલું જ નહીં પરંતુ સુરતમાં રેલી ના બેનરોમાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિવાય અન્ય નેતાઓના મોઢા પર કાળી શાહી લગાવવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો એ જોતા કોઈ અઘટિત ઘટના બનવાની પણ આશંકા સેવાઇ રહી હતી ત્યારે પરિસ્થિતિને સમજનારા સમજદાર પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે રેલી રદ કરવાના નિર્ણયને લઈને વધુ એકવાર પ્રધાનમંત્રી ની નજર માં ઊંચું સ્થાન મેળવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.