યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) ની સિવિલ સર્વિસિસ પરીક્ષા દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક ગણાય છે. આ જ કારણ છે કે આ પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારો સખત મહેનત કરે છે. કેટલાકને પ્રથમ વખત જ સફળતા મળે છે, જ્યારે કેટલાકને બેથી ત્રણ પ્રયાસોમાં સફળતા મળે છે. જેઓ આ પરીક્ષા પાસ કરે છે તેઓ અન્ય ઉમેદવારો માટે ઉદાહરણ બની જાય છે. આવી જ એક વાર્તા કર્ણાટક(Karnataka)ની રહેવાસી અપર્ણા રમેશ(IAS Aparna Ramesh)ની છે. તેણે આખો દિવસ નોકરી કરીને આ પરીક્ષા પાસ કરી.
28 વર્ષીય અપર્ણા રમેશના જણાવ્યા અનુસાર, સમયનું સંચાલન કરવું અને પોતાની નોકરી સાથે પોતાની અને શૈક્ષણિક જીવનને સંતુલિત કરવું તેના માટે સરળ નહોતું અને તેના માટે સતત પ્રયત્નોની જરૂર હતી. અપર્ણાએ લેખિત પરીક્ષામાં 825 અને પર્સનાલિટી ટેસ્ટમાં 171 સહિત 1004 ગુણ મેળવ્યા છે. તેણે આ પરીક્ષામાં 35 મો રેન્ક મેળવ્યો છે.
અપર્ણાએ કહ્યું કે નોકરી પછી તેની પાસે બહુ ઓછો સમય બાકી હતો. તેથી તેણે તે વિષયોનો અભ્યાસ કર્યો જે પરીક્ષા માટે સંબંધિત હતા. તે જ સમયે તેમણે સિવિલ સર્વિસિસના મોટા અભ્યાસક્રમથી પોતાને વિચલિત થવા દીધા નહીં. તેમનું મુખ્ય ધ્યેય શક્ય તેટલું ભણવાનું હતું.
અપર્ણા આ રીતે અભ્યાસ કરતી હતી:
અપર્ણા ઓફિસ પહેલા સવારે 4 થી 7 વાગ્યા સુધી અભ્યાસ કરતી હતી. તે પછી તે ઓફિસ જતી હતી. ઓફિસથી ઘરે પરત ફર્યા બાદ પણ તે બેથી ત્રણ કલાક અભ્યાસ કરતી હતી. આ ઉપરાંત, તે અઠવાડિયાના દિવસોમાં 8 થી 9 કલાક અભ્યાસ કરતી હતી.
જોકે, જ્યારે તેણે પ્રથમ વખત પરીક્ષા આપી ત્યારે તેની પસંદગી કરવામાં આવી ન હતી, પરંતુ તેણે બીજી વખત આ સફળતા હાંસલ કરી. 2020 ની સિવિલ સર્વિસ પરીક્ષા માટેનો આ તેનો છેલ્લો પ્રયાસ હતો. જો તેણીએ આ પરીક્ષા પાસ ન કરી હોત તો આજે તે આર્ટિટેક કમ અર્બન પ્લાનર બની હોત.
NCERT ની તૈયારી:
ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર માટે અપર્ણાએ ધોરણ 11 અને 12 ના માત્ર NCERT પુસ્તકોનો અભ્યાસ કર્યો. રાજકારણ માટે તેમણે એમ લક્ષ્મીકાંતના પુસ્તકો વાંચ્યા અને વર્તમાન બાબતો માટે તેમણે વિઝનઆઈએએસ નોટ્સ વાંચી અને ઓનલાઈન સમાચારો વાચ્યા હતા. તેણીએ ટીવી જોતી વખતે અથવા અખબારો વાંચતી વખતે દરરોજની નોટ પણ બનાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.