Cochlear implant Surgery: સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ત્રણ બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી કરવામાં આવી છે. આ બાળકોના પરિવારજ નોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન(Cochlear implant surgery) કરવામાં આવ્યું છે. સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર
સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ત્રણ બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની આ સર્જરી સરકારની RBSK યોજના હેઠળ કરવામાં આવી હતી. ત્રણ મૂકબધિર બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સફળ થવાની સાંભળવાની અને બોલવા સાથેની નવી જિંદગીની ભેટ મળી છે. આ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખમાં થાય છે. જ્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર થાય છે.
નાની વયમાં કરાવવી ફાયદાકારક
તબીબીઓએ જણાવ્યું કે આ સર્જરી જેટલી નાની વયે થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે. તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ 1 થી 2 વર્ષ સુધી બાળકોને ઓડિટરી વર્બલ થેરપીમાટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે. જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે.અને 6 વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યારબાદના રિહેબિલીટેશનની સંપૂર્ણ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલોમાં 8 થી 10 લાખમાં થાય છે. ત્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર થાય છે.
અત્યાર સુધીમાં 12 સર્જરીઓ કરવામાં આવી
‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે વધુ વિગતો આપતા સુરત સિવિલના ENT વિભાગની ડૉ.પ્રાંચી રોયે જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 12 સર્જરીઓ કરવામાં આવી છે. જે હાલ 3 સર્જરી કરવામાં આવી છે, આ સર્જરી બહાર કરવામાં આવે તો તેના ઈમ્પ્લાન્ટની કિંમત જ 8થી 10 લાખમાં થાય પણ આ સર્જરી સરકારની યોજનામાં વિનામૂલ્યે કરવામાં આવે છે.
સુરત સિવિલના ENT વિભાગની સાથે પીડિયાટ્રીશિયન, એનેસ્થેસિયા વિભાગ મળીને સફળ સર્જરીઓ કરવામાં આવી છે. આ ત્રણ બાળકને રિહેબિલિટેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App