BAPS સંસ્થાના બોચાસણમાં મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની કરવામાં આવી ભવ્ય ઉજવણી

Celebrating Gurupurnima of BAPS Institute: ગઈકાલે અષાઢી પૂનમના દિવસ ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે વ્યાસપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બોચાસણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અષાઢી પૂર્ણિમા ગુરુપૂર્ણિમાનો ઉત્સવ તા.21 જુલાઇ 2024 રવિવારના રોજ પરંપરાગત રીતે ગુરુવર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. વહેલી સવારે મહંતસ્વામી મહારાજે મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી ગુરુશિખરોમાં(Celebrating Gurupurnima of BAPS Institute) ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઓના દર્શન કરી પ્રાર્થના કરી હતી.

સમગ્ર દેશ-વિદેશના હરિભક્તો પધાર્યા હતા
ગઈકાલે પવિત્ર દિવસે ગુરુના દર્શન તથા ગુરુભક્તિ અદા કરવા સમગ્ર દેશ-વિદેશના હરિભક્તો અને ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા. ઉપરાંત ઘણા હરિભક્તોએ પદયાત્રા, સાયકલયાત્રા કરીને પણ વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી. સવારે 8:30 વાગ્યે મંદિર પરિસરના વિશાળ સભાગૃહમાં નિર્ધારિત સમય અનુસાર ધૂન-પ્રાર્થના-સ્તુતિ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવની સભાની શરૂઆત થઈ હતી.

મહાન પુરુષો સાચા ગુણાતીત ગુરુની ઓળખાણ માટે ત્રણ મુદ્દા સમજાવે છે. (1) ગુરુના ગુરુનું વર્તન 2) ગુરુનું પોતાનું વર્તન અને (૩) વર્તમાન ગુરુના સંગ થકી જે થયા હોય તેને જાણવા. આ ત્રણ રીતે ગુરુની તપાસ કરીને પછી ગુરુ કરવા જોઈએ. જે આજના ગુરુ પૂર્ણિમા ઉત્સવનો મધ્યવર્તી વિચાર હતો.

60 હજાર જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યાં
વરિષ્ઠ સંતોએ મહંતસ્વામી મહારાજનું પૂજન કર્યું હતું અને સ્વામીને પુષ્પહાર પહેરાવી ગુરુભક્તિ અદા કરી હતી. ચરોતર પ્રદેશના તમામ વરિષ્ઠ સંતોએ પણ સ્વામીને પુષ્પહાર પહેરાવી ભક્તિ અદા કરી હતી. ઉત્સવ સભામાં ઉપસ્થિત સૌ હરિભક્તોએ પણ મંત્ર પુષ્પાંજલી દ્વારા સ્વામીને વધાવ્યા હતા.ઉપરાંત ઘણા હરિભક્તોએ પદયાત્રા, સાયકલયાત્રા કરીને પણ વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી. ગુરુપૂર્ણિમાની સભામાં દેશ અને વિદેશના મળી કુલ 60 હજાર જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. સંતોના માર્ગદર્શન મુજબ 5 હજાર જેટલા સ્વયંસેવકો સેવામાં જોડાયા હતાં.

લોકોએ મહંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી
ગઈકાલના આ પ્રસંગે મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ‘ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુમાં નિર્દોષબુદ્ધિ રાખવી એ ગુરુપૂજન. આજે ગુરુપુનમ છે તો સૌ તને, મને ધને સુખી થાય. બધાને પરસ્પર પગે લાગીએ, આદર આપીએ. એ ગુરુ પૂજન થયું કહેવાય.’તેમજ સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહી મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.