મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય: OBC સમુદાય માટે શિક્ષણમાં મળશે આટલા ટકા અનામત

મોદી સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના ટ્વીટર ના માધ્યમથી ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કેન્દ્ર સરકાર મેડીકલ વિભાગને લઈને એક મોટો અને મહત્વનો…

મોદી સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના ટ્વીટર ના માધ્યમથી ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કેન્દ્ર સરકાર મેડીકલ વિભાગને લઈને એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. સાથે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવતા કહ્યું છે કે, ઓલ ઈન્ડીયા કોટા હેળ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ તથા ડેન્ટલ શિક્ષણમાં ઓબીસી સમૂદાયના વિદ્યાર્થીઓ માટે 27 ટકા અને આર્થિક રીતે પછાત વર્ગો માટે 10 ટકા અનામત આપવામાં આવશે.

મોદી સરકાર દ્વારા લેવામાં આવેલો આ મહત્વના નિર્ણયથી મેડીકલ અને ડેન્ટલ શિક્ષણમાં પ્રવેશ મેળવવા માટે ઓબીસી તથા આર્થિક પછાત વર્ગના 5500 વિદ્યાર્થીઓને આનો લાભ મળવા પાત્ર છે. દેશમાં આર્થિક રીતેનાબલા અને પછાત વર્ગના બાળકો માટે અનામત આપવા માટે સરકાર કટિબદ્ધ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે થયેલી બેઠકમાં વડાપ્રધાન મોદીનએ સબંધિત મંત્રાલયોને આ પ્રકારનો આદેશ આપ્યો હતી. બેઠકમાં મોદીએ નબળા વર્ગના અને આર્થિક  વર્ગના લોકોને અનામત માટે વાત કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવતા કહ્યું છે કે, હાલના સમએ લગભગ 15 % યુજી, 50 % પીજી મેડીકલ બેઠક રાજ્ય સરકારના મેનેજમેન્ટ હેઠળ આવે છે. જેમાં એસસી, એસટી માટે બેઠકો અનામત છે પરંતુ ઓબીસી માટે નથી.

પ્રધાનમંત્રી મોદીએ મંત્રાલયો ઓબીસી કોટા સંબંધિત તમામ વિવાદોનો જલ્દીથી ઉકેલ લાવવાનું જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી OBC સમુદાય મેડિકલ વિભાગમાં વધારે બેઠકો આપવાની માંગ કરી રહ્યો છે અને આ મામલો કોર્ટ સુધી પણ પહોચ્યો છે.

કમજોર અને આર્થિક રીતે નબળા લોકોને અનામત આપવાની કેન્દ્ર સરકારે ઈચ્છા દર્શાવી છે. આ મુદ્દો ભારતીય જનતા પાર્ટી માટે એક મહત્વનો મુદ્દો રહ્યો છે. જેને કારણે મોદી સરકાર OBC મુદ્દા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં મેડિકલ બેઠક અંગે વિવાદ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *