ધોરણ 10 ના વિદ્યાર્થીએ જવાબવહીમાં લખ્યું ‘પુષ્પા, પુષ્પ રાજ…અપુન લિખેગા નહીં…’

હાલમાં બોક્સ ઓફિસ(Box office) પર હિટ રહેલી અલ્લુ અર્જુન(Allu Arjun) અને રશ્મિકા મંદાના(Rashmika Mandana)ની ફિલ્મ ‘પુષ્પા(Pushpa)’ નો જાદુ હજુ પણ લોકો પર છવાયેલો જોવા મળી…

હાલમાં બોક્સ ઓફિસ(Box office) પર હિટ રહેલી અલ્લુ અર્જુન(Allu Arjun) અને રશ્મિકા મંદાના(Rashmika Mandana)ની ફિલ્મ ‘પુષ્પા(Pushpa)’ નો જાદુ હજુ પણ લોકો પર છવાયેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ ઘણી રિલમાં પુષ્પા ફિલ્મનો આ ડાયલોગ જોવા મળે છે.

હજુ પણ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ડાયલોગ લોકોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે જાણવા મળ્યું છે કે ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થીએ પરીક્ષામાં કંઈક એવું કર્યું છે જે જાણીને તમારું મન પણ હચમચી જશે. ધોરણ 10માં ભણતા આ બાળકે તેની આન્સર શીટમાં લખ્યું હતું કે, પુષ્પા પુષ્પ રાજ… અપુન લિખેગા નહી…સાલા

ઉત્તરવહીમાં પર લખ્યો પુષ્પા ફિલ્મનો ડાયલોગ: 
આ મામલો પશ્ચિમ બંગાળનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સાબિત થયું નથી કે આ કોણે લખ્યું છે. સોશિયલ મીડિયા પર આન્સર શીટમાં લખવામાં આવેલ આ જવાબનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલ આ ફોટામાં જોવા મળી રહ્યું છે કે તે વિદ્યાર્થીએ મોટા અક્ષરોમાં લખ્યું છે -પુષ્પા પુષ્પ રાજ…. અપુન લિખેગા નહીં… સાલા

સોશિયલ મીડિયા યૂઝર્સ આ જોઇને લઈ રહ્યા છે મઝા:
હાલ વાયરલ થયેલ ફોટા પશ્ચિમ બંગાળનો જ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. વાયરલ થયેલ આ ફોટો જોઇને આજે સૌ કોઈ ખુબ જ હસી રહ્યા છે. જયારે સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સ કહી રહ્યા છે કે વિદ્યાર્થીએ પુષ્પા ફિલ્મ કંઈક વધારે વાર જ જોઈ લીધું લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *