ગુજરાતમાં એકાએક ઠંડીએ જોર પકડ્યું: સુસવાટાભર્યા પવનો ફૂંકાતા તાપમાન 2થી 4 ડિગ્રી ઘટ્યું

Gujarat Weather Forecast: ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. ઉનાળો હજી આવું આવું કરી રહ્યો છે અને ઠંડી જવાની તૈયારી કરી રહી છે. એક બે દિવસ ઠંડી ઘટે (Gujarat Weather Forecast) છે તો પાછી ઠંડી વધે છે. ગુજરાતમાં અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 48 કલાક બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટે તેવી સેવી છે.

નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું
હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 17.3 ડિગ્રીથી લઈને 23.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ત્રણ ડિગ્રી વધીને 19 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 23.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 20.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં તાપમાન 21 ડિગ્રી પાર
ગુજરાતમાં બેવડી ઋતુ વચ્ચે અમદાવાદમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. અમદાવાદમાં તાપમાન વધીને 21.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 21.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરામાં 21.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં તાપમાન આટલું રહેશે
માર્ચ મહિનામાં ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીની અસર 8 થી 12 દિવસ સુધી રહી શકે છે. એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીની અસર 10 થી 12 દિવસ સુધી રહી શકે છે. મે મહિનામાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને ગરમીની અસર 8 થી 12 દિવસ સુધી રહી શકે છે.

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારમાં ગરમીનો અહેસાસ થઈ શકશે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર 4થી 10 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. 10 માર્ચ બાદ રાજ્યમાં આકરી ગરમી પડે તેવી આગાહી કરવામાં આવે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન ?
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, જુનાગઢ, નર્મદા, નવસારી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.