આ હથેળીમાં અચાનક ખંજવાળ આવવાથી મળે છે ધનલાભનો સંકેત, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

Astrology: આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. જેના માટે તે સખત મહેનત કરે છે. પૈસો એવી વસ્તુ છે. જે દરેક સમયે જરૂરી છે.…

Astrology: આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. જેના માટે તે સખત મહેનત કરે છે. પૈસો એવી વસ્તુ છે. જે દરેક સમયે જરૂરી છે. જ્યારે પણ તમને સખત મહેનત પછી અપેક્ષા કરતા વધુ પૈસા મળવાના હોય છે, ત્યારે કેટલાક સારા શુકન હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઈ એવી માન્યતા છે કે હાથમાં ખંજવાળ એ સંકેત છે કે તમને આર્થિક લાભ કે નુકસાન(Astrology) થવાનું છે.

શુકન શાસ્ત્રમાં હાથની ખંજવાળનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આનાથી તમે જાણી શકો છો કે કયા હાથમાં ખંજવાળ આવવી શુભ છે અને કયા હાથમાં ખંજવાળ અશુભ છે. જો શરીરના જમણા ભાગોમાં અથવા જમણા હાથમાં વારંવાર ખંજવાળ રહે છે, તો તમને અચાનક ક્યાંકથી પૈસા મળવાની સંભાવના રહેલી છે.

જમણા હાથમાં ખંજવાળ
એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને તેના શરીરની જમણી બાજુ અથવા તેના જમણા હાથમાં સતત ખંજવાળ આવે છે, તો તેને ભવિષ્યમાં આર્થિક નુકસાન થવાનું છે. તેથી જ્યારે તે ખંજવાળ આવે છે, ત્યારે તેને ખંજવાળશો નહીં.પરંતુ સમુદ્ર શાસ્ત્ર અનુસાર તેને સંપૂર્ણ વિપરીત માનવામાં આવે છે. આ મુજબ જમણા હાથમાં ખંજવાળ આવવાથી આર્થિક લાભ થાય છે.

ડાબા હાથમાં ખંજવાળ
જો તમારા ડાબા હાથને ખંજવાળ આવે છે, તો તેનો અર્થ એ છે કે તમને આર્થિક લાભ થવાનો છે.જ્યારે સામુદ્રિક શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ડાબા હાથને ખંજવાળવાથી નાણાકીય નુકશાન થવાની સંભાવના છે. તેથી, જો તમારા ડાબા હાથમાં ખંજવાળ આવે છે, તો ધ્યાન રાખો કે કંઈપણ કાર્ય વિચાર્યા વિના ન કરો.

આંખમાં ખંજવાળ આવવી
આંખમાં કે આંખની આસપાસ ખંજવાળમાં આવવાનો અર્થ થાય છે કે, તમને ધન લાભ થશે. ક્યાંકથી તમને પૈસા મળવવાના યોગ બની રહ્યા છે. તમારા અટવાયેલા પૈસા પણ મળી શકે છે.

કમર પર ખંજવાળ આવવી
જો તમને કમરમાં ખંજવાળ આવતી હોય તો તમને કોઇ બીમારી કે દુખ પડી શકે છે. પગમાં ખંજવાળ આવે તો સમજવું કે કોઇ મુસાફરીના યોગ બની રહ્યા છે. જમણા ખભા પર ખંજવાળ સંતાન સુખ દર્શાવે છે.