હરિયાણા: હરિયાણાના ભિવાની જિલ્લામાં બુધવારના રોજ દુઃખદ અકસ્માત સર્જાયો હતો. કારની સામે રોજડું આવી જતા આ અકસ્માત સર્જાયો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે. તોશમ જુઇ રોડ પર દુલ્હેડી ગામ પાસે બનેલા આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત અને ત્રણને ઈજાઓ પહોંચી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ચરખી દાદરી જિલ્લાના બધરા વિસ્તારના કાકડોલી હુકમી ગામના રહેવાસી પરિવારના છ લોકો હિસાર નજીકના સાતરોદ ગામે તેમના સગાસંબંધીઓને ત્યાં જઇ રહ્યા હતા. કાર જયારે તોશમ જુઇ રોડ પર દુલ્હેડી ગામ પાસે પહોંચી ત્યારે તરત જ તેમની સામે રોજડું આવી ગયું હતું અને કારચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર એક ઝાડ સાથે અથડાઈ હતી.
મળતી માહિતી અનુસાર, એક મહિલા અને પાંચ વર્ષીય બાળક અને ચાર યુવકો તેમના ગામ કકડૌલી હુકમીથી કારમાં હિસાર તરફ જઈ રહ્યા હતા. તેઓ દુલ્હેડી ગામ પાસે પહોંચ્યા ત્યારે અચાનક કારચાલકે કાબુ ગુમાવ્યો અને કાર ઝાડ સાથે ટકરાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો અમુક ભાગ નોખો પડી ગયો હતો. અકસ્માત બાદ ગામલોકોએ દરેકને કારમાંથી બહાર કાઢ્યા હતા અને એમ્બ્યુલન્સની મદદથી તોશમમાં એસડીએચ મોકલી દીધા હતા.
ઇજાગ્રસ્ત લોકોને સારવાર કરી રહેલા સંદીપ કુમારે જણાવ્યું હતું કે, આ માર્ગ અકસ્માત રોજડું આવવાને કારને થયું હતું. જેમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં અને ત્રણને ઇજાઓ થઈ હતી. સંદીપ કુમારે જણાવ્યું હતું કે ત્રણેય ઇજાગ્રસ્તોની તબિયત સારી છે અને તેમની સારવાર ચાલુ છે. અકસ્માત બાદ તમામ છ લોકોને ભવાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા. જેમાં હોસ્પિટલમાં પહોંચતા પહેલા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.