આ દુનિયા અજીબો ગરીબ છે. જેમાં અનોખી ઘટનાઓ બનતી રહે છે. તમે અલગ-અલગ અનોખી ઘટનાઓ જોતા અથવા તો સાંભળતા હશો. પરંતુ શું તમે આ ઘટના સાંભળી છે? જાણીએ શું છે સમગ્ર ઘટના..
એક ચોકાવનારો અને હેરાન કરનાર વિડીઓ મેક્સિકોના પુએબ્લા રાજ્યમાંથી સામે આવ્યો છે. પુએબ્લા રાજ્યમાં એક એવી જગ્યા છે જે વિસ્તારમાં ખેડૂતો ખેતી કરીને પોતાનું જીવન જીવી રહ્યા છે. જોકે, આ ખેતરમાં એક વિશાળકાય ખાડો પડ્યો છે. આ ખેતરનો ખાડો અંદાજે 300 ફૂટનો અને 70 હજાર વર્ગ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. ત્યાના રહેવાસીઓના જણાવતા મુજબ, જયારે પહેલી વાર આ ખાડાને જોવામાં આવ્યો ત્યારે આ ખાડો ફક્ત 15 ફૂટનો જ હતો. ત્યાર પછી ધીમે ધીમે તેમની પહોળાઈ વધતી ગઈ.
ગયા શનિવારના રોજ પહેલી વાર આ ખાડો દેખાયો હતો. ત્યારે પુએબ્લા રાજ્યના ગવર્નર મિગુએલ બારબોસા હુર્તાએ જણાવતા કહ્યુ હતું કે, સાંતા મારિયા જાકાટેપેક કસ્બા વિસ્તારમાં આવેલો આ ખાડો 20 મીટર ઊંડો છે અને 60 ફૂટ પહોળો છે. જે સતત ખુબ જ વધી રહ્યો છે અને આજુબાજુના ઘરો માટે પણ જોખમ ઉભું કર્યું છે. આ ખાડાની બાજુમાં રહેતા તમામ રહેવાસીઓને ત્યાંથી બીજે સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. સાથે લોકોને આ ખાડાથી દુર રહેવા માટેની પણ સુચના આપી દેવામાં આવી છે. પરંતુ અત્યાર સુધીમાં કોઈ જાનહાની થઇ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.
⚠️Un #socavon de al menos 60 metros de diámetro por 15 metros de profundidad, dentro del cual hay agua, se abrió en la comunidad de Zacatepec, municipio de Juan C. Bonilla #Puebla. ?
En vecino del lugar captó el momento en que el #Socavón se expande en terrenos de cultivo. pic.twitter.com/5hFON9Rcm0— Ana Laura Vásquez (@analita_vasquez) June 1, 2021
આ ખાડાની આજુ-બાજૂમાં રહેતા લોકોનું કહેવુ છે કે, સવારના પોરમાં તોફાનના અવાજ જેવો જોરથી અવાજ આવ્યો, આ ખાડાની અંદર પાણીના પરપોટા પણ જોવા મળ્યા હતા. રહેવાસીઓને એ વાતનું પણ દુખ હતું કે, તેમનું ઘર પર આમની ઝપેટમાં આવશે અને તેઓને અહિયાથી અન્ય જગ્યાએ જવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.