ગુરુવારે મોડી રાત્રે અજમેર (Ajmer)ના નેશનલ હાઈવે(National Highway) પર ટ્રકમાં આગ લાગી હતી. જેમાં ડ્રાઈવર જીવતો સળગી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. આ પછી ભીનાય પોલીસ સ્ટેશને ડ્રાઈવરની લાશને હોસ્પિટલમાં રાખી હતી. જ્યાં શુક્રવારે પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપવામાં આવી છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, આ ઘટના બંધનવાડા પાસે બની હતી. ગુરુવારે મોડી રાત્રે ભીલવાડાથી જયપુર જઈ રહેલા ટ્રકના કેબિનમાં આગ લાગી હતી. ટ્રકમાં હાજર ડ્રાઇવરે વાહનને સાઇડમાં મૂક્યું ત્યાં સુધીમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તે કેબીનમાંથી બહાર નીકળી શક્યો ન હતો. આગમાં દાઝી જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રકમાં આગના કારણે હાઈવે પણ બ્લોક થઈ ગયો હતો.
માહિતી મળતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી ભીનાય પોલીસે ટ્રેલરમાં ફસાયેલા ડ્રાઈવરના મૃતદેહને માંડ માંડ બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરની ઓળખ ભીના નિવાસી ભીમાના પુત્ર ચિતાર સિંહ તરીકે થઈ છે. પરિજનોની હાજરીમાં પોલીસે શુક્રવારે પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપી હતી. હાલ આ અંગે ભીનાય પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.