અમદાવાદમાં કોલેજ પાસે પોલિથીન બેગમાં લાશના ટુકડા મળતા હાહાકાર, બે દિવસ પહેલા મળ્યું હતું ધડ

અમદાવાદ(Ahmedabad): હાલ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. શહેરના વાસણા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. ત્યારે હવે શહેરના અતિ પોશ ગણાતા લો ગાર્ડન વિસ્તારમાં ગુજરાત કોલેજ પાસેના કલગી ચાર રસ્તા પાસેથી પોલિથીન બેગમાં લાશના ટુકડા મળી આવ્યા હતા. પોલીસે માનવ અંગોને હાલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં છે. તેમજ આ અંગો કોના છે અને કોણે આ પ્રકારે કૃત્ય કર્યું છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે બનાવના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી:
મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમાં એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ તે મૃતદેહનું માત્ર ધડ જ હતું. એટલે કે બે હાથ-પગ અને માથું મળી આવ્યું ન હતું. જયારે હાલ માથું મળી આવતા હડકંપ મચી ગયો હતો. અચાનક મનુષ્યના અંગો મળી આવતા અલગ અલગ તપાસ એજન્સીઓ દ્વારા મર્ડર મિસ્ટ્રી શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિકની થેલીમાં હાથ અને પગ ટુકડા કરીને કોઈ નાખી ગયું હોય તેવું હાલ જાણવા મળ્યું છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાસણા વિસ્તારમાં એક વ્યક્તિનું માથું મળી આવ્યું:
અમદાવાદમાં બે દિવસ અગાઉ વાસણા વિસ્તારમાં એક વ્યક્તિનું માથું મળી આવ્યું હતું આ ઘટના હજી ઉકેલાઈ નથી, ત્યારે ગુજરાત કોલેજ પાસે પોલિથીન બેગમાં કોઈ વ્યક્તિના હાથ પગ કાપીને પોલીથીન બેગમાં નાખી ગયું હતું. આ સમગ્ર બનાવવામાં આયનીક પોલીસે મળી આવેલા મનુષ્યના અંગોને ભેગા કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. જ્યારે હાલ ટુકડા કરાયેલા અંગો કોના છે અને કોણે આ પ્રકારે કૃત્ય કર્યું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ રીતે લાશના ટુકડા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *