‘તું બાર ઉભી રે, હું દર્શન કરીને આવું’ -કહી; પતિએ માતાજીના મંદિરમાં જ ઝેરી દવા ગટગટાવી કરી લીધો આપઘાત

ગુજરાત(Gujarat): હાલમાં જ એક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે મંદિરમાં જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.…

ગુજરાત(Gujarat): હાલમાં જ એક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે મંદિરમાં જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજકોટ(Rajkot) શહેરના રણુજા મંદિર નજીક રહેતા અને મુળ અમદાવાદ હાઇવે(Ahmedabad Highway) પર ભારવણ ગામનો 22 વર્ષીય નારણ ચોથાભાઈ તલાવડીયા ગઇકાલના રોજ રાત્રીના તેની પત્નીને સાથે બારવણ ગામે આંટો મારવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આવેલ મેલડી માતાજીના મંદિરે(Meldi Mataji temple) તેની પત્નીને મંદિર બહાર ઉભી રાખી હતી અને પોતે મંદિરમાં જઈને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જયારે મોડે સુધી પતિ મંદિર બહાર ન આવતા તેની પત્નીએ તપાસ કરતા તેનો પતી બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

મહત્વનું છે કે, જે અંગે તેના નણંદને ફોન કરી જાણ કરવામાં આવી હતી અને દોડી આવેલા પરીવારજનો દ્વારા પહેલા કુવાડવા અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના ડોકટરોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટના અંગે સિવિલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકના પરીવારજનોએ જણાવ્યા મુજબ નારણના લગ્ન એક વર્ષ અગાઉ હુડકોમાં રહેતી યુવતી સાથે થયા હતા. ત્યારબાદ તેની પત્ની દ્વારા રાજકોટ જ રહેવું છે તેવી જીદ કરવામાં આવી હતી. જેથી યુવક દસ દિવસથી રણુજા મંદિર નજીક રૂમ ભાડે રાખી રહેતો હતો.

પરંતુ તેનું મન રાજકોટના બદલે પોતાના ગામ બારવણમાં રહેવાનું હતું જેને કારણે ગત રોજ તેની પત્નીને બારવણ આંટો મારી આવીએ કહી બન્ને ત્યાંથી નિકળ્યા હતા અને રસ્તામાં જ આ પ્રકારનું અંતિમ પગલુ ભરી લીધું હતું. મળતી માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે, મૃતક મજુરીકામ કરતો અને છ ભાઈ બહેનોમાં નાનો હતો. સમગ્ર ઘટનાને કારણે પરીવારમાં માતમ છવાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *