હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ખૌફનાક અકસ્માતમાં સેન્ડવિચ બની કાર- જુઓ અંદર બેઠેલાની કેવી ખરાબ હાલત થઇ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો પાટણ(Patan)…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો પાટણ(Patan) જિલ્લાના હાઇવે માર્ગો પર બેફામ ગતિએ દોડી રહેલા વાહન ચાલકો દ્વારા અવાર-નવાર નાના મોટા માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતા રહેતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતને ભેટતી હોય છે ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ શનિવારે એટલે કે ગઈકાલના રોજ સામે આવ્યો છે. જેમાં પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર હાઈવે(Radhanpur-Bhabhar Highway) પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત બનવા પામ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.

મળતી માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, શનિવારના રોજ રાધનપુર ભાભર માર્ગ પર આવેલા ઠાકોર સમાજની હોસ્ટેલ નજીકથી પસાર થઈ રહેલા ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડાઈ હતી.

જેને કારણે અકસ્માત સર્જાતા કાર ચાલક સહિત 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે 108 માધ્યમથી લઈ જવામાં આવ્યાં હતા.

મહત્વનું છે કે, ઘાયલ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. રાધનપુર ભાભર રોડ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઇ હાઇવે માર્ગ પર વાહનોના ચક્કાજામ થઇ જવાથી ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે આવી અકસ્માત ગ્રસ્ત બંને વાહનોને માર્ગ પરથી ખસેડવામાં અવાય હતા અને ટ્રાફીક હળવો કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં કારનો તો ભુક્કો જ બોલી ગયો છે, એટલે કે કાર ઓળખાવા લાયક રહી નથી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, અકસ્માત કેટલો ગંભીર હશે. મહત્વનું છે કે, સદનસીબે આ અકસ્માતના કોઈનું મોત થયું નથી. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *