પળવારમાં વેર-વિખેર થયો પરિવાર- એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો આપઘાત, કારણ જાણી પગ તળે જમીન સરકી જશે

સુરેન્દ્રનગર(Surendranagar): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલ વધુ એક સામુહિક આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા(Chuda) તાલુકાના ભૃગુપુર ગામમાં રહેતા અને પોતાની સાળી સાથે મૈત્રી કરનાર યુવકે પોતાની માતા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ત્યારે બીજી તરફ મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ પણ આ ઘટનાના 24 કલાકમાં જ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું છે. પ્રાથમિક તપાસમાં સાળી સાથે મૈત્રી કરાર કરનાર યુવકને યુવતીના પરિવાર તરફથી ત્રાસ અપાતો હોય આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સાથે જ જ્યાં સુધી યુવતી અને તેના પરિવારજનો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની પરિવારજનોની માંગ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૈત્રીકરારમાં પરિવાર વેરવિખેર થયો:
મળતી માહિતી અનુસાર, લક્ષ્મણ પરમાર નામના યુવાને અમદાવાદની રહેવાસી રહેતી યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન લક્ષ્મણભાઈના પત્ની અન્ય યુવક સાથે ભાગી ગયા જવાથી લક્ષ્મણભાઈએ તેની સાળી સાથે મૈત્રી કરાર કર્યા હતા. જેને પગલે તેઓ સાથે રહેતા હતા. આ વાત પાયલના પરિવારજનોને પસંદ ન હતી. જેના કારણે તેઓ અવાર નવાર લક્ષ્મણના ઘર પર આવતા અને ઝઘડો કરતા હતા. આ સિવાય શારીરિક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી જેનાથી ત્રાસી ગયેલા લક્ષ્મણ અને તેની માતા પ્રેમબેને પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઈ લીધો હતો.

પિતરાઈ ભાઈએ ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગી ટૂંકાવી:
ત્યારે આ ઘટનાના હજુ 24 કલાક પણ નહોતા થયા અને તરત જ લક્ષ્મણના પિતરાઈ કાનજી પરમારે પણ અગ્મ્ય કારણોસર ટ્રેન હેઠલ ઝંપલાવી આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે. ત્યારે એક સાથે 3 પરિવારના સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તેમજ આ ઘટનામાં કુલ 12 આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 362, 306 અને 143 અંતર્ગત ગુન્હો દાખલ કર્યો ચી. સાથે જ એમને દરેકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *