હનીટ્રેપની માયાજાળે લીધો 17 વર્ષીય દીકરાનો જીવ, માતા-પિતાનો હૈયું ચીરી નાખતો વલોપાત સેંકડો વાલીઓને આપશે આ સંદેશ

સુરત(Surat): શહેરમાં હનીટ્રેપની માયાજાળમાં સતત વધારો થઈ રહ્યો છે. હનીટ્રેપ દ્વારા યુવકોને ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક બનાવમાં કતારગામના…

સુરત(Surat): શહેરમાં હનીટ્રેપની માયાજાળમાં સતત વધારો થઈ રહ્યો છે. હનીટ્રેપ દ્વારા યુવકોને ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક બનાવમાં કતારગામના યુવકે હનીટ્રેપના કારણે કંટાળીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ અગાઉ પણ સુરતમાં રાંદેરના કમ્પ્યુટર ઓપરેટરે પણ હનીટ્રેપના કારણે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી.

મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીનો વિડીયો ઉતારી ધમકી આપવામાં આવી હતી. સુરતના કતારગામ ઘનમોરા નજીક રહેતા 17 વર્ષના વિદ્યાર્થીએ 22 દિવસ અગાઉ ઘાબા પરથી જંપલાવીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ સમગ્ર ઘટનામાં ચોકબજાર પોલીસ દ્વારા આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

એવું પણ જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીના ફોન-પેમાંથી 9600ની રકમ ટ્રાન્સફર થઈ હતી અને જુદા જુદા 4 ફોન નંબરોથી વિદ્યાર્થીને સતત કોલ આવ્યા હતા. વિદ્યાર્થીનો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ટોળકીએ ધમકી આપી રૂપિયા પડાવી લીધા હતા.

મૃતક વિધાર્થીની તસ્વીર

રૂપિયા લઈ ફોન-પેમાં અલગ અલગ નંબરો પર ટ્રાન્સફર કર્યા:
સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, ચોકબજાર પોલીસે જે 4 મોબાઇલ નંબરો છે તેના પર કોલ કર્યો જોકે કોલ ઉપાડવામાં આવ્યો ન હતો. આ ચારેય મોબાઇલ નંબરો બિહારના પટના પાસેના છે. હાલમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીનો મોબાઇલ FSLમાં મોકલી આપવામાં આવ્યો છે. સાથે પોલીસની ટીમ તપાસ માટે બિહાર રવાના કરવામાં આવશે. વળી વિદ્યાર્થીએ માતા-પિતા પાસેથી ઉછીના રૂપિયા લઈ ફોન-પેમાં જુદા જુદા નંબરો પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા મોબાઇલ ચેક કરવામાં આવતા મોબાઇલ નંબરોના કોલ અને ફોન-પે રૂપિયા ટ્રાન્સફર થતા બ્લેકમેલીંગનો મામલો હોવાનું લાગતા પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી.

માતાની નજર સામે પુત્રએ ટેરેસ પરથી છલાંગ મારી દીધી:
મળતી માહિતી અનુસાર, કતારગામ ઘનમોરા પાસે રહેતા 17 વર્ષના વિદ્યાર્થી ધો-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. પહેલી માર્ચના રોજ માતા-પિતા ઘરે સાંજે બેઠા હતા. આ દરમિયાન માતાએ પુત્રને બૂમ પાડી એટલામાં માતાની નજર સામે પુત્રએ ટેરેસ પરથી જંપલાવી દીધું હતું. માતા-પિતાએ એપાર્ટમેન્ટની નીચે દોડી 108 એમ્બ્યુલન્સમાં પુત્રને સારવાર અર્થે લઈ ગયા હતા.

મહત્વનું છે કે, પુત્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. સર્જરી કર્યા પછી પુત્રનું 3 માર્ચએ મોડીરાતના રોજ નિધન થયું હતું. વિદ્યાર્થીએ આપઘાત કરવાના 2-3 દિવસ અગાઉ ઘરે એકલો બેસી રહેતો અને ટેન્શનમાં હોય તેવું લાગી રહ્યું હતું. વિદ્યાર્થી દ્વારા મિત્રોને પણ કોઈ વાત કરવામાં આવી ન હતી. થોડા મહિનાઓ અગાઉ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવકે હનીટ્રેપના કારણે આપઘાત કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *