ઉત્તરપ્રદેશનાં સંભલમાં 11 માં ધોરણમાં ભણતી માત્ર 15 વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીએ મૃત્યુ પામ્યા પહેલાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુલ 19 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી. તેણે 14 ઓગસ્ટની રાત્રે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
પોસ્ટમોર્ટમ બાદ પોલીસે મૃતદેહને સગાસંબંધીને સોપી દીધો હતો. પરંતુ બે દિવસ બાદ પરિવારનાઆ લોકો એની કોપીમાં મળેલી એક સ્યુસાઇડ નોટને જોઇને સૌ ચોકી ગયા હતાં. સંભલ જિલ્લાનાં બબરાલામાં રહેતાં આંચલ ગોસ્વામીએ ગયા વર્ષે UP બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કર્યું હતું.
જેમાં તેણે કુલ 90% પણ મેળવ્યા હતાં અને આ વર્ષે એ 11માં ધોરણમાં અભ્યાસ કરી રહી હતી. પરિવારનાં સભ્યો કહે છે, કે અમને ખબર ન હતી કે એનાં મગજમાં શું ચાલી રહ્યું છે. એણે સમાજમાં ફેલાતી ગંદકી વિશે વિચારવાનું શરૂ કર્યું હતું. આને કારણે જ એણે આત્મહત્યા કરવાનું પણ મન બનાવ્યું હતું.
આંચલે 14 ઓગસ્ટે આપઘાત કરતાં પહેલાં એની કોલેજની કોપી પર સુસાઇડ નોટ પણ તૈયાર કરી હતી. જેમાં તેણે લખ્યું છે, કે બાળકો એમનાં વૃદ્ધ માતા-પિતાને ઘરમાંથી કાઢી મૂકે છે, બજારોમાં માંસ વેચાઈ રહ્યું છે અને તેણે સ્વચ્છતા અંગે પણ ઘણી ચિંતા વ્યક્ત કરી છે.
તે આ મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાત પણ કરવાં માંગતી હતી પરંતુ તેણે વિચાર્યું કે દેશનાં વડાપ્રધાનની પાસે એમની પાસે સમય નથી. તેઓ મારા માટે સમય કેવી રીતે કાઢશે ? આ ઉપરાંત આંચલ ગોસ્વામીએ PM મોદીને દેશનો નવો સૂર્ય બતાવ્યાં અને વસ્તી નિયંત્રણમાં રહે, વડાપ્રધાને એનાં પર વિચાર કરવો જોઇએ એમ એમની નોંધમાં લખ્યું છે.
ત્યારપછી એણે પોતાને ગોળી મારી દીધી હતી. પરંતુ 11 ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પાસે ગેરકાયદેસર હથિયાર ક્યાંથી આવ્યું ? પોલીસ આ મામલે પણ ઘણી તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews