સુરત(ગુજરાત): હાલમાં અવાર-નવાર સુરતમાંથી આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન, ફરીવાર સુરતના અમરોલી વિસ્તારમાં 13 વર્ષની કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે. જાણવા મળ્યું છે કે, માતા-પિતા કામ પર ગયા બાદ પ્રેમી યુવાનને પોતાના ઘરે મળવા બોલાવ્યો હતો અને આ સમગ્ર ઘટના પાડોશીઓ જોઈ ગયા હતા. ત્યારે માતા-પિતાને કહી દેશે તે બીકને લઈને કિશોરીએ આપઘાત કરી કરી લીધા હોવાની ચર્ચાએ હાલ ભારે જોર પકડયું છે.
જાણવા મળ્યું છે કે, સુરતના અમરોલી વિસ્તારમાં જુના કોસાડ રોડ પર આવેલી હરિસિદ્ધિ સોસાયટીમાં શ્યામ કુટીર એપાર્ટમેન્ટ્સમાં ત્રીજા માળે રહેતા નરસિંહભાઈ લક્ષ્મણભાઈ રાઠોડની 13 વર્ષીય દીકરી અસ્મિતા રાઠોડે પોતાના ઘરમાં પંખા પર દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. જોકે, કિશોરીએ જે રીતે આપઘાત કર્યો હતો તેને લઈને પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કિશોરીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા અને ઘરમાં માતા-પિતા પણ નોકરી પર ગયા હતા અને મોટી બહેન કામ માટે બહાર ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કિશોરીએ પોતાના પ્રેમીને ઘરે મળવા બોલાવ્યો હતો. આ પ્રેમી જ્યારે ઘરે આવ્યો ત્યારે આસપાસની મહિલાઓ જોઈ ગઈ હતી અને સમગ્ર પ્રકરણની જાણકારી માતા પિતાને આપી દે તે બીકને લઈને આ કિશોરી દ્વારા પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ લીધો હોવાનું સામે આવ્યું છે.
જોકે, પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન, આ કિશોરીના આપઘાતનું કારણ ગૂંચવાયું છે. જોકે, પોલીસ તપાસમાં જ સાચી હકીકત શું છે તે સામે આવ્યા બાદ જ સૂત્રોએ જે પ્રમાણે જાણકારી આપી છે તે પ્રમાણે પ્રેમી યુવક સાથે કિશોરીને જોઈ જતાં પડોશી મહિલાઓ દ્વારા કિશોરીને ધમકાવવા ઉપરાંત મારવામાં આવી હતી અને સમગ્ર પ્રકારની જાણકારી તેના પરિવારને આપવાની ધમકી પણ આપવામાં આવી હતી જેને લઇને આ કિશોરી ગભરાઈ ગયા બાદ આ પગલું ભર્યું હોવાની ચર્ચાએ હાલ ભારે જોર પકડયું છે.
આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી તેથી કિશોરીની આત્મહત્યાનુ કારણ બહાર આવ્યું નથી. આ દમરિયાન કોઈ પણ પ્રકારની અંતિમ ચિઠ્ઠી મળી આવી હોવાની પણ માહિતી સાંપડી નથી ત્યારે હવે પોલીસ તપાસમાં જો પાડોશીઓની પૂછપરછ કરવામાં આવે તો જ આ ઘટનાનું રહસ્ય સામે આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.