10th Student Suicide in Bhuj: ગઈકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું, ત્યારે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા છે તો અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ પણ થયા છે. પરંતુ ભુજ (Suicide in Bhuj)ના વિધાર્થીને પાસ થવા છતાં ધારેલું પરિણામ ના આવવાને કારણે પરિણામ આવતાની 15 મિનિટ પછી પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત (10th Student Suicide in Bhuj) કરી લીધો હતો. એકનો એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાય ગયો છે.
મહત્વનું છે કે, ભુજની જૂની રાવલવાડીમાં રહેતા દિનેશભાઈ ધુઆના 17 વર્ષના પુત્ર હર્ષિતે આ વર્ષે 10માં ધોરણની પરીક્ષા આપી હતી. આજે જ્યારે પરિણામ આવતા ધારેલ પરિણામ કરતા ઓછું પરિણામ આવવાને કારણે મનમાં લાગી આવતાં આપઘાત કરવાનું ગંભીર પગલું ઉઠાવ્યું હતું અને ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, હર્ષિતને ધોરણ 10માં 53 % આવતા તેને ઓછા માર્કસ લાગતા તેને આપઘાત કરી લીધો હતો. હર્ષિત પરિવારમાં તે એકનો એક દીકરો હતો અને તેના માતા પણ નથી અને તે પોતાના પિતા અને દાદા-દાદી સાથે રહેતો હતો.
સમગ્ર ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથક દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કુલદીપસિંહ જાડેજાએ જણાવતા કહ્યું હતું કે, “ધોરણ 10નું રિઝલ્ટ આવતા ભુજની જૂની રાવલ વાડીમાં રહેતા કિશોર હર્ષિતને ધારેલું પરિણામ ન આવવાને કારણે અને તેને તેના મિત્ર વર્તુળને કહી રાખેલું કે તેને આટલા ગુણ આવશે જેને પરિણામે તેટલા માર્કસ ન આવતા તેણે આપઘાત કરીને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.