પ્રેમીપંખીડાંએ પહેલાં ઝેર પીધું પછી કૂવામાં કૂદકો મારી કર્યો આપઘાત- કારણ જાણી તમે પણ ગદગદ થઇ જશો

રાજસ્થાન: આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન ડુંગરપુર જિલ્લામાં સગીર પ્રેમી પંખીડાઓએ પહેલા ઝેર પીધું અને પછી કૂવામાં કૂદી પડ્યા હતાં.

જાણવા મળ્યું છે કે, ગામના જ એક કૂવામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. છોકરીના દુપટ્ટા સાથે મૃતદેહો એકબીજા સાથે બંધાયેલા હતા. આ ઉપરાંત, કૂવા પાસે સ્કૂલ બેગ, મોબાઇલ તેમજ સુસાઇડ નોટ પણ મળી આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમને બંનેને એક જ સ્મશાનમાં અગ્નિદાહ આપજો.’ પોલીસે મૃતદેહોને શબઘરમાં રાખ્યા છે. આજે પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.

બિછીવાડા પોલીસ અધિકારીના કહેવા મુજબ, મંગળવારે મોડી સાંજે ગ્રામીણોએ કુવામાં બે મૃતદેહો જોયા હતા. ત્યારબાદ પોલીસને તાત્કાલીક સૂચન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારી રણજીત સિંહ ઘટનાસ્થળે પહોચ્યા અને બંનેના મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા. મૃતક છોકરા-છોકરીની ઓળખાણ પરવેશ રોત(17 વર્ષ) અને પાયલ મોડિયા(16 વર્ષ) તરીકે થઈ હતી. છોકરો 12માં ધોરણમાં અને છોકરી 10માં ધોરણમાં ભણતી હોવાનું સામે આવ્યું છે.

આ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. પરિવારો સંમત ન થતાં બંનેએ પહેલા ઝેર પીધું હતું. ત્યારબાદ યુવતીએ દુપટ્ટાથી એકબીજાને કમરથી બાંધી કૂવામાં કૂદી પડ્યા હતા. સૂચના પર મૃતક પરવેશના પિતા કમજી રોત અને પાયલના પિતા પ્રકાશ મોડિયા સહિત પરિવારના લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, કૂવાની બહાર છોકરા-છોકરીનું સ્કૂલ બેગ અને મોબાઈલ ફોન મળ્યાં હતાં. આ ઉપરાંત, એક બુકમાં બંને દ્વારા લખેલ સુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, અમને બંનેને એક જ સ્મશાનમાં અગ્નિદાહ આપજો. જાણવા મળ્યું છે કે, ઘટનાસ્થળે એક ઝેરની બોટલ પણ મળી છે. જેને અંદાજ મુજબ કૂવામાં કૂદતા પહેલા પીધી હશે. અત્યારે પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *