ગુરુવારે બપોરે સેલવાસમાં એક એવી ઘટના સર્જાઈ કે, સમગ્ર વિસ્તારમાં ચકચાર મચીજવા પામી છે. સેલવાસ પેરામેડિકલ કોલેજમાં નર્સનો અભ્યાસ કરતી યુવતીએ પિતાને કોલ કર્યો હતો. જોકે, પિતાએ કારણ પૂછતાં બસ આમ જ કહીને ફોન કટ કરીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીએ આપઘાત પૂર્વે લખેલી એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી છે.
દાનહના મુખ્યાલય સેલ્વાસના પ્રભાત સ્કૂલની બાજુમાં આવેલ વાજીરભાઈની ચાલમાં રહેતી 19 વર્ષની કવિતા રમેશભાઇ યાદવે બુધવારે બપોરે સાડા ચારેક વાગ્યાના સુમારે પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી હતી. કવિતાના પિતા અને કાકા નોકરીએ ગયા હતા. જ્યારે તેમની માતા વતન ઉત્તરપ્રદેશમાં કેટલાક દિવસથી ગઇ હતી. બપોરના સુમારે કવિતા પોતાના ઘરમાં એકલી જ હતી. પડોશમાં રહેતી 7 વર્ષની બાળકીએ જ્યારે ઘરનો દરવાજો ખોલી જોયું ત્યારે કવિતા લટકેલી હાલતમાં મળી હતી. બાળકીએ મમ્મીને જાણ કરી હતી ઘરનો દરવાજો ખુલ્લો હતો. નાયલોન દુપટ્ટા વડે પંખા પર ગળે ફાંસો લગાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, કવિતા પેરામૅડિકલની સ્ટુડન્ટ હતી. બે દિવસ પહેલા યુવતીને પેટમાં ભારે દુખાવાના કારણે સેલવાસ સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બુધવારે બપોરે અંદાજે 2-48 કલાકે કવિતાએ પિતા રમેશને કોલ કર્યો હતો. પિતાએ કોલ શા માટે કર્યો એનું કારણ પુછાતા એને કઈ જણાવ્યું ન હતું. બસ એમજ કોલ કર્યો હોય કહી ફોન કટ કર્યો હતો. જોકે, થોડા સમય પછી જ પિતાને પોતાની પુત્રીના આપઘાતના સમાચાર મળતાં જ તેમના માથે દુ:ખના ડુંગર તૂટી પડ્યા હોય એવા આધાતમાં સરી ગયા હતા. બનાવ અંગે સેલવાસ પોલીસને જાણ કરાતા આકસ્મિક મોતની ફરિયાદ લઇ વધુ તપાસ પીપરીયા ચોકીના પીએસઆઇ શશી સીંગ કરી રહ્યા છે.
લગભગ બપોરે 2.48 કલાકે કંપનીમાં કામ ઉપર ગયેલા પિતાને કવિતાએ ફોન ર્ક્યો હતો. પિતાએ પણ સામાન્ય વાતચીત મુજબ કહ્યું કે, બેટા ફોન કેમ કર્યો. પુત્રીએ પણ એટલું જ બોલી શકી કે બસ આમ જ કોલ ર્ક્યો કહીને ફોન કટ કરી દીધો હતો. માત્ર અડધી મિનિટ પિતા- પુત્રી વચ્ચે સંવાદ થયો હતો. કદાચ એવું પણ બની શકે કે, કવિતા પોતાની વ્યથા પિતા સમક્ષ રજૂ કરવા માટે ફોન કર્યો હોય. જોકે, આ બધી ઘટના વચ્ચે એક કલાક પછી કવિતા તેમની જ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. કવિતાએ આપઘાત પૂર્વે તેમના જ મેડિકલ રીપોર્ટના કાગળ ઉપર માત્ર સોરી… પાપા એટલું લખીને જીવન ટૂંકાવી દીધું હતું.
કવિતાએ પોતાનું મન હળવું કરવા કે, દુ:ખ બતાવવા પિતાને ફોન તો કર્યો પરંતુ બોલી શકી ન હતી. કવિતાએ આપઘાત પૂર્વૈ પિતાને સંબોધીને સોરી કહ્યું એ ક્યા કારણોસર હતું. કવિતાની રૂમનો દરવાજો ખુલ્લો હતો. કવિતાના મૃતદેહને હાલમાં પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. શુક્રવારે પેનલ ડોકટરોની ટીમ દ્વારા પીએમ કરાવ્યા બાદ હજુ વધુ તથ્યો બહાર આવી શકે એમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle