Umargam mass suicided: વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર પામી ગઈ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સોળસુબા (Umargam mass suicided) ગામમાં રહેતા પતિ પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કર્યો છે. આ ઘટના અંગે સમાચાર મળતા જ ઉમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર પરિવાર ભાડે ફ્લેટ રાખી રહેતો હતો. જ્યા 2 વર્ષના બાળકની પોતે જ હત્યા કર્યા બાદ પતિ-પત્ની આત્મહત્યા કરી હતી. આ ઘટના વિશે આજુબાજુ રહેતા પાડોશીઓને જાણ થતાં, તેણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસને ઘટના અંગે માહિતી મળતા તરત જ ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે હાજર થયા હતા.
આ પરિવારે કયા કારણે અને કઈ રીતે આત્મહત્યા કરી એ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે બધી તપાસ કર્યા બાદ જ કંઈ ચોક્કસ કારણ આપી શકાશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App