વિધવા ભાભી દિયર સાથે એવું કૃત્ય કરવા લાગી હતી કે, છેવટે કંટાળીને દેવરે પણ…

હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવકે ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં…

હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવકે ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેની વિધવા પુત્રવધૂના પરિવારજનોથી પરેશાન થઈને નાના પુત્રએ આત્મહત્યા કરી છે.

જાણવા મળ્યું છે કે, મૃતક પર વિધવા ભાભીના પરિવારજનો દ્વારા લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. વિધવા ભાભીના પરિવારજનો સતત પીડિત પરિવારને ધમકાવી રહ્યા હતા, જેના કારણે યુવક ટ્રેનની આગળ કૂદી ગયો હતો અને આત્મહત્યા કરી લીધી.

મૃતકના પિતા વિનોદકુમાર કહે છે કે, તેના મોટા પુત્રનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારે વિધવા પુત્રવધૂનો પરિવાર તેના જુવાન પુત્ર સાથે સંબંધ જોડવા માંગતો હતો. પરંતુ તેનો નાનો પુત્ર આ સંબંધ માટે બિલકુલ તૈયાર નહોતો. પુત્રવધૂના પરિવાર દ્વારા આ બાબતે દબાણ કરવામાં આવી રહ્યું હતું.

મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે, ગઈકાલે પુત્રવધૂના એક સબંધીએ ફોન પર જણાવ્યું હતું કે જો આ સંબંધ નહીં થાય તો તે તેના આખા પરિવાર વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધશે. તેણે તેના નાના મૃત પુત્રને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી, જેનાથી મારો નાનો દીકરો પરેશાન થઇ ગયો અને તેણે આત્મહત્યા કરી લીધી.

રેલ્વે જીઆરપી પોલીસના તપાસ અધિકારી, સબ ઈન્સ્પેક્ટર ધરમપાલસિંહે જણાવ્યું હતું કે દિલ્હીથી શ્રીગંગાનગર જઇ રહેલી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન નીચે આવીને 31 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતદેહની પાસે એક મોટરસાઇકલ અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે.

તે અંગે શોધખોળ કરવામાં આવી હતી અને મૃતકની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવાર જનોને જાણ કરવામાં આવી હતી. આ પછી સિવિલ હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું અને મૃતદેહ પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો. આ કિસ્સો હરિયાણામાંથી સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *