ગરમીમાં મનાલીને ભુલાવી દે તેવા ગુજરાતના આ ઠંડા ટુરિસ્ટ ડેસ્ટીનેશન વિશે જાણો- નામ જાણીને આજે જ બનાવી લેશો પ્લાન

ગુજરાતીઓ ખુબજ શીખીન હોય છે, પછી તે વાત ફેશનની હોય, ખાણીપીણીની હોય, કે હરવા ફરવાની વાત હોય ગુજરાતીઓ તમને હર એક ક્ષેત્રે અવ્વલ જોવા મળશે.…

ગુજરાતીઓ ખુબજ શીખીન હોય છે, પછી તે વાત ફેશનની હોય, ખાણીપીણીની હોય, કે હરવા ફરવાની વાત હોય ગુજરાતીઓ તમને હર એક ક્ષેત્રે અવ્વલ જોવા મળશે. દુનિયામાં કોઈ ખૂણો એવો બાકી નહિ હોય કે જ્યાં એક ગુજરાતી પોહચી ના શક્યો હોય.ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતીઓએ ફરવા માટે આખું ગુજરાત ફરી વળ્યા છે. છતાં પણ ગરમીમાં ગુજરાતીઓને બહાર ઠંડક મેળવવા ફરવા જવું પડે છે.

ત્યારે આવી ગરમીના સમયે પણ ફરવા મળે અને ઠંડકનો એહસાસ થાય અને ઓછા ખર્ચે પરિવાર સાથે ફરવાનો આનંદ માણી શકાય તેવા એક સ્થળ વિષે તમને આજે માહિતી આપીશું અને જણાવીશું કે તમારે ત્યાં સુધી પોહ્ચવા માટે શું શું કરવું પડશે? અને કઈ રીતે તમે ત્યાં પોહચી શકશો? જણાવી દઈએ કે ભારત સરકારે કોરોના બાદ નિયમો હળવા કર્યા છે અને હવે કોરોના કેસોનું પ્રમાણ ઓછુ છે છતાં પણ સલામતી રાખવી જરૂરી છે.

ગુજરાતના દક્ષીણ ભાગે આવેલા વલસાડ જીલ્લામાં પર્કૃતીએ મનભરીને સૌદર્ય આપ્યું છે. વલસાડમાં 15મી સદીનો ઐતિહાસિક પારનેરા ડુંગર હવે વધુ સુવિધા સાથે ગુજરાતમાં  પર્યટકધામ બની ગયુ છે. તાજેતર માંજ ગુજરાતના વલસાડ જિલ્લાના જાણીતા તીર્થ સ્થળ એવા પારનેરા ડુંગર પર વિકાસના કામોનું લોકાર્પણ કરાયું છે. આ સ્થળ વલસાડથી માત્ર ૬ કિમીની દુરી પર આવ્યું છે અને ત્યાં વાહન દ્વારા ગણતરીની મીનીટોમાં પોહચી શકાય છે.

ગુજરાતના વલસાડ નજીક આવેલા આ પારનેરાના ડુંગર તેમના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને કારણે પ્રવાસન સ્થળ તરીકે પણ ઓળખાઈ છે. મંદિરની આસપાસ ૧૧૩ મીટર હેકટરમાં વનવિસ્તાર પણ ફેલાયેલો છે, જેના કારણે સ્થળની સુંદરતા વધી જાય છે. અહી બારેમાસ સર્વત્ર હર્રીયાળી હરિયાળી થઇ જાય છે. આ ડુંગર પર આવેલો ૧૫મી સદીનો વર્ષો જુનો પેશ્વાઈ કિલ્લો પણ જોવાલાયક છે.

ગુજરાતના વલસાડમાં આવેલા આ ડુંગર પરના કિલ્લાની દક્ષીણ ભાગે આવેલી નાઠબારી તરીકે ઓળખાતી જગ્યાએથી સુરત પર ચઢાઈ કરીને પરત ફરી રહેલા શિવાજી અહીંથી પસાર થયા હતા.તેવી અહિયાંની લોકકથામાં ઉલેખ્ખ છે.અહી એક મહાકાળીમાનું મંદિર પણ આવેલું છે જે ખુબજ જાણીતું અને ચમત્કારિક મંદિર છે.

ગુજરાત ના વલસાડમાં આવેલા આ સ્થળને ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા ફાળવાયેલી ગ્રાન્‍ટમાંથી જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા રૂા.1.46 કરોડના ખર્ચે અહી પર્યટકોની સુવિધા માટે તેમજ સ્થળના વિકાસ માટે અનેક કાર્યો કરવામાં આવ્યા છે. તેમજ અહી ડુંગર પર નાના નાના બીજા ઘણા બધા મંદિર આવેલા છે. અહી ઉનાળામાં પણ ખુબજ ઠંડુ વાતાવરણ રહે છે જેથી કરીને સેહલાણીઓ અહી ફરવા પણ આવે છે.

વલસાડ જીલ્લામાં આવેલા આ પારનેરા ડુંગરપર હંમેશા લોકો દર્શનાર્થે આવતા રહે છે અને લોકો મુલાકાત લેતા રહે છે. અહી ડુંગરની ટોચ પરચંડીકા માતા, અંબિકા માતા, નવદુર્ગા અને મહાકાળી માતાજીના મંદિર આવેલાં છે.વર્ષમાં બે વખત ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *