Sunita Williams News: ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના (Sunita Williams News) રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે.
જલ્દી જ ભારત આવીશ: સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ જલ્દી જ ભારત પણ આવશે. તેમણે કહ્યું છે, કે ‘ મને આશા છે કે મારા પિતાના દેશ અને આગામી એક્સીઑમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે જલ્દી જ મુલાકાત કરીશ. અને મારા અનુભવ વર્ણવીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદ્ભુત લોકતંત્ર છે જે અંતરિક્ષ ઉદ્યોગ ડગલાં ભરી રહ્યું છે. અમે તેનો હિસ્સો બની મદદ કરવાનું પસંદ કરીશું.’
સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે અંતરિક્ષથી હિમાલય અને ભારતના અન્ય ભાગોના રંગ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દિવસ અને રાત બંને સમયે ભારતને જોવું એક અવિશ્વસનીય અનુભવ હતો. પૃથ્વી પર પરત આવ્યા બાદ સૌથી પહેલા મેં પતિ અને પાલતુ કૂતરાઓને ગળે લગાવ્યા. સૌથી પહેલા ગ્રીલ્ડ સેન્ડવીચનો સ્વાદ માણ્યો અને પિતાને યાદ કર્યા.
9 મહિના સ્પેસમાં જ હતા સુનિતા વિલિયમ્સ
ગયા વર્ષે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર આઠ દિવસના એક મિશન પર સ્ટારલાઇનરમાં સવાર થઈને અંતરિક્ષમાં ગયા હતા. જોકે ટેકનિકલ સમસ્યાના કારણે તેમણે 9 મહિના સુધી અંતરિક્ષમાં જ રોકાવવું પડ્યું હતું. જે બાદ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે એક સ્પેશિયલ મિશન લોન્ચ કર્યું હતું.
નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ મૂળ ભારતીય અમેરિકન અંતરિક્ષયાત્રી છે. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમેરિકામાં થયો હતો. તેમના પિતા દિપક પંડ્યાનું મૂળ વતન ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં સ્થિત ઝુલાસણ ગામ છે. તેઓ 1957માં મેડિકલના શિક્ષણ માટે અમેરિકા ગયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App