સની પાજી આવી રહ્યાં છે ફરીવાર મોટા પડદા પર ધૂમ મચાવવા; આવી ગઇ ‘લાહોર 1947’ ની રિલીઝ ડેટ

Lahore 1947: ‘ગદર 2’ની અપાર સફળતા બાદ  ફરી એકવાર ધમાકેદાર ફિલ્મ ‘લાહોર 1947’થી(Lahore 1947) ધૂમ મચાવનાર છે. આ સંપૂર્ણપણે એક્શન ડ્રામા ફિલ્મ હશે. આ ફિલ્મમાં VFXનો બહુ ઓછો ઉપયોગ કરવામાં આવશે. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા સની દેઓલ સાથે જોવા મળશે. પ્રીતિ લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબેક કરી રહી છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાન, રાજકુમાર સંતોષી અને સની દેઓલની ફિલ્મ ‘લાહોર 1947’ 2025માં ગણતંત્ર દિવસ પર રિલીઝ થશે. જો કે ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થઈ ગયું છે. ફિલ્મ મેકર્સ આ વર્ષે જૂન સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરશે. આ ફિલ્મમાં રિયલ ડ્રામા સાથે ઘણી બધી એક્શન પણ જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાનનું કહેવું છે કે આ ફિલ્મને રિપબ્લિક ડે વીકએન્ડ પર રિલીઝ કરવી યોગ્ય રહેશે. મતલબ કે આ ફિલ્મને 26 જાન્યુઆરીની આસપાસ રિલીઝ કરવાની વાત ચાલી રહી છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ
આ ફિલ્મમાં સની દેઓલ મહત્વના રોલમાં જોવા મળશે અને આમિર ખાન કેમિયો રોલમાં જોવા મળશે. લાંબા સમય બાદ પ્રીતિ ઝિન્ટા આ ફિલ્મથી મોટા પડદા પર વાપસી કરી રહી છે. ફિલ્મમાં પ્રીતિ ઉપરાંત શબાના આઝમી પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અભિમન્યુ સિંહ વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત અલી ફઝલની પણ મહત્વની ભૂમિકા હશે.

ફિલ્મના નિર્માતા આમિર ખાન
આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે, જ્યારે ફિલ્મના નિર્માતા આમિર ખાન છે. આ ફિલ્મમાં સની દેઓલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રાજકુમાર સંતોષી ‘લાહોર 1947’નું નિર્દેશન કરી રહ્યા છે. અગાઉ તેણે સની દેઓલ સાથે ‘ઘાયલ’ અને ‘ઘાતક’ જેવી હિટ ફિલ્મો આપી છે. આશા છે કે આ જોડીનો જાદુ ફિલ્મ ‘લાહોર 1947’માં પણ જોવા મળશે.

શું છે ફિલ્મની સ્ટારકાસ્ટ?
આ ફિલ્મમાં સની દેઓલ મહત્વના રોલમાં જોવા મળશે અને આમિર ખાન કેમિયો રોલમાં જોવા મળી શકે છે. એટલું જ નહીં, એવું કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમય બાદ પ્રીતિ ઝિન્ટા આ ફિલ્મથી મોટા પડદા પર કમબેક કરી રહી છે. ફિલ્મમાં પ્રીતિ ઉપરાંત શબાના આઝમી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિમન્યુ સિંહ વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેમજ અલી ફઝલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હશે. તમને જણાવી દઈએ કે ‘લાહોર 1947’નું નિર્દેશન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે.