Chhota Udepur Superstition Incident: દેશમાં ‘નરબલી’ અંધશ્રદ્ધા કે શિક્ષણ પરનો અભિશાપ, દેવી-દેવતાઓના નામની આડમાં બેરોકટોક ચાલે છે. જેમાં ઘણીવાર (Chhota Udepur Superstition Incident) કાળજા કંપી જાય તેવી ઘટના અનેકવાર સામે આવે છે, ત્યારે જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની બલિ આપવાની ઘટના બની છે. જ્યાં અંધશ્રદ્ધાને કારણે ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભૂવાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી બલિ ચઢાવી દીધી.
તાંત્રિકે કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય કર્યું
તાંત્રિક લાલુ હિંમત તેની સામે રહેતી બાળકીને ઉઠાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીના ગળા ઉપર કુહાડીનો હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી, આટલું જ નહીં, આ ભૂવો બાળકીના દોઢ વર્ષના નાના ભાઈને પણ ઉઠાવી ગયો હતો.
જોકે ગામલોકોએ જોઈ જતાં એ બાળકને છોડાવી પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ ઘટનાસ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપી તાંત્રિક લાલુની ધરપકડ કરી છે.
રાજ્ય વિધાનસભામાં ગયા વર્ષે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર થઈ ગયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App