જસ્ટિસ યુયુ લલિત(Justice Uu Lalit)ની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટ(Supreme Court)ની બેન્ચ આજે સવારે 9.30 વાગ્યાથી બેઠક કરી રહી છે. મીટિંગ સામાન્ય રીતે સવારે 10:30 વાગ્યે શરૂ થાય છે. જસ્ટિસ લલિતે આ વ્યવસ્થાની પ્રશંસા કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતોગી(Mukul Rohtogi)ને કહ્યું કે, જો અમારા બાળકો 7 વાગ્યે સ્કૂલે જઈ શકે છે તો અમે 9 વાગ્યે કોર્ટમાં કેમ ન આવી શકીએ?
જણાવી દઈએ કે, હાલમાં સુપ્રીમ કોર્ટમાં નવા ચીફ જસ્ટિસનો કાર્યભાર સંભાળવામાં એક મહિનાથી વધુ સમય બાકી છે. વર્તમાન CJI NV રમણા ઓગસ્ટમાં નિવૃત્ત થશે. 26 ઓગસ્ટ પછી જસ્ટિસ લલિત તેમના સ્થાને આગામી CJI તરીકે કાર્યભાર સંભાળશે.
શુક્રવારે, બેન્ચ સામાન્ય કોર્ટના સમયના માત્ર એક કલાક પહેલા જ એકત્ર થઈ હતી અને કેસોના ઝડપી નિકાલમાં સામેલ થઈ હતી. એક કેસમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સાથે શબ્દોની આપ-લે દરમિયાન જસ્ટિસ લલિતને પૂછવામાં આવ્યું કે શા માટે બેન્ચને વહેલી બોલાવવામાં આવી.
આ અંગે જસ્ટિસ લલિતે કહ્યું, “જો અમારા બાળકો સવારે 7 વાગ્યે શાળાએ જઈ શકે છે, તો પછી અમે ન્યાયાધીશ તરીકે સવારે 9 વાગ્યાથી કેમ કામ ન કરી શકીએ?” જસ્ટિસ લલિતે કહ્યું, “હું હંમેશા સવારે 9 વાગ્યે કામ શરૂ કરું છું. પછી 11 વાગ્યે કોફી પીધા પછી હું 2 વાગ્યા સુધી દિવસ માટે કામ કરવાની તરફેણમાં છું.”
સીનીયર વકીલ રોહતગીએ કહ્યું- આ એક સારું પગલું છે:
જસ્ટિસ લલિત દ્વારા લેવામાં આવેલા પગલાની પ્રશંસા કરતા રોહતગીએ કહ્યું કે, આ એક સારી કવાયત છે અને આપણે બધાએ લાંબા સમય સુધી તેનું પાલન કરવું જોઈએ. તેમણે એક ઉદાહરણ પણ આપ્યું કે રાજસ્થાન હાઈકોર્ટ પહેલેથી જ તેનું પાલન કરી રહી છે.
તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે કોર્ટ સવારે 10:30 વાગ્યે પોતાનું કામ શરૂ કરે છે અને બપોરે 1 વાગ્યા સુધી કામ કરે છે. પછી લંચ માટે નાનો વિરામ લે છે અને બપોરે 2 વાગ્યાથી કેસનું રોસ્ટર પૂરું ન થાય ત્યાં સુધી કામ ફરી શરૂ કરે છે.કેટલીકવાર પેન્ડિંગ કેસ પૂરા કરવા માટે કોર્ટ મોડી સાંજ સુધી બેસે છે, પરંતુ દિવસના કામ માટે વહેલા બેસવું એ એક નવી પહેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.