ઘોર કળિયુગ! સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈ રફુચક્કર, કાળી કરતૂત CCTVમાં કેદ

Surat Teacher News: સુરતના પૂણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. સગીરને ભગાવીને લઇ જતી CCTVમાં (Surat Teacher News) પણ દેખાઈ છે. પોલીસ સાથે બંનેના પરિવારજનો પણ બાળક અને આ શિક્ષિકાની શોધ શરૂ કરી છે. સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન પણ બંધ કરી દેતાં મામલો વધુ ગંભીર બન્યો છે.

23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના બાળકને ભગાડી ગઈ
મળતી વિગત મુજબ, સુરતના પૂણામાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. 11 વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે, તેમના પુત્રનું અપહરણ થયું છે. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો તેમનો 11 વર્ષીય પુત્ર 25મીએ બપોરે ઘરે બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઇ ગયો હતો.

CCTV ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને 3 વર્ષથી ટ્યુશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી 23 વર્ષીય યુવતી તેને ભગાવી જતી દેખાઈ હતી. જે શિક્ષિકા આ બાળકને ભગાવી ગઇ હતી.

શિક્ષિકાએ રેલવે સ્ટેશન પર પહોંચીને મોબાઈલ બંધ કર્યો
23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષીય વિદ્યાર્થીને જ ભગાવી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચે છે. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઇ જતી દેખાઈ આવી હતી.

શિક્ષિકાએ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવ્યું હોવાનું સામે આવ્યું
મેક માય ટ્રીપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેઇલ પોલીસને મળી હતી. આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઇ સામાન ન હતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઇને જતી દેખાઇ હતી. બીજાં દિવસે બાળકને પણ લઇ ગઇ હતી. શિક્ષિકા ફરવા જવા માંગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઇ હોય તેવું બની શકે.