કોરોના મહામારીમાં જયારે સમગ્ર રાજ્યમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ આવેલ સુરત શહેરમાંથી એક ખુબ દુઃખજનક સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે.
ગુજરાતમાં સૌથી વધારે સુરતમાં કેસ નોધાઈ રહ્યા હોવાથી તંત્ર દ્વારા નવા નિયંત્રણો લાગુ પાડવાની ફરજ પડી છે. આજે 20 માર્ચે શહેરમાં બપોર સુધીમાં 225 તથા ગ્રામ્યમાં 65 કેસ નોધાવાની સાથે કુલ 290 નવા સપાટી ઉપર આવતા તંત્ર હચમચી ઉઠ્યું છે.
આજે તથા આવતીકાલે ટેક્ષટાઈલ માર્કેટો બંધ રાખવા માટેનો ફોસ્ટા દ્વારા એલાન કરવામાં આવ્યું છે. આની ઉપરાંત રવિવારે તથા સોમવારે હીરા ઉદ્યોગને પણ બંધ રાખવા માટેનો એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસો કૂદકેને ભુસકે સતત વધી રહ્યા હોવાથી હૉસ્પિટલો ઉભરાવા લાગી છે.
શહેરના પોશ વિસ્તાર સમા અઠવા તથા રાંદેર ઝોનમાં પરિસ્થિતિ ખુબ ભયાનક બની રહી છે. સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે કે, જેમાં ગઈકાલે કોરોનાનો વિક્મી 450 કેસ નોધાતા આરોગ્ય વિભાગમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આટલી માત્રામાં કેસ તો ગત વર્ષ લોકડાઉનમાં જુન- જુલાઈ મહીનામાં પણ નોધાયા ન હતા.
બેકાબુ બનેલ કોરોનને કાબુમાં લાવવા તંત્ર દ્વારા કડક પગલા લેવાનું શરુ કર્યું છે. શહેરના બાગ બગીચા, જીમ, હોટલ, રેસ્ટોરન્ટ, બસ અચોક્કસ મુદ્ત માટે બંધ કરી દેવામાં આવ્યા છે. શનિવારે તથા રવિવારે ઍમ 2 દિવસ ટેક્ષટાઈલ માર્કેટ તથા હીરા ઉદ્યોગ બંધ રાખવામાં આવ્યો છે.
આની સાથે જ સમગ્ર શહેરમાં ધનવંતરી રથ દ્વાર ટેસ્ટીંગની કામગીરી પણ વધારી દેવામા આવી છે. શુક્વારે વિક્રમી 450 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં સુરત સીટીમાં 349 તથા ગ્રામ્યમાં 101 કેસ આવ્યા હતા. સીટીમાં સૌથી વધુ કેસો અઠવા ઝોનમાં આવી રહ્યા છે.
આજે બપોર સુધીમાં તો સુરતમાં કોરોનો રીતસર બ્લાસ્ટ થયો હોય તેમ 290 કેસો નિકળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. 12 વાગ્યા સુધીમાં જ સુરત સીટીમાં 225 તથા ગ્રામ્યમાં 65 કેસની સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 57,877 ઉપર પહોચી ગયો છે.
સુરત સીટીમાં 44,193 તથા ગ્રામ્યમાં 13,684 સુધી પહોચી ગયો છે. જયારે અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લામાં કોરોને મ્હાત આપીને 54,604 દર્દીઓ સાજા થતા રજા આપી દેવામાં આવી છે. જયારે 1,143 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.
નવી સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલમાં કુલ 122 દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર તથા બાયપેપ ઉપર 77 દર્દીઓ સારવાર હેઠળ છે. નવી સિવિલ હોસ્પિટલમાં 98 દર્દીઓ દાખલ છે કે, જેમાં વેન્ટિલેટર ઉપર -2, બાયપેપમાં 13 તથા ઓક્સિજન પર 45 દર્દીઓ રહેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle