સુરત પાલિકાની આવાસ સાઇટ પર બાળકનો હાથ લિફ્ટમાં આવી જતાં કપાયો- સિવિલમાં 1 વર્ષના બાળકના જીવન-મરણ વચ્ચે ઝોલાં

Child hand held in lift in Surat: સુરતના વેસુ વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારમાં પાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા આવાસમાં કામ કરતા એક શ્રમિકના બાળકનો એક હાથ કપાય ગયો હતો. લોડિંગ લિફ્ટના મશીનમાં ટૂવાલ ફસાય જતા બાળકનો જમણો હાથ મશીનમાં આવી ગયો હતો અને કપાયને શરીરથી છૂટો પડી ગયો હતો.(Child hand held in lift in Surat) બાળકના માતા પિતા બાળકનો કપાયેલો હાથ લઇ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બાળકના કપાયેલા હાથ જોઈ તબીબો પણ ચોંકી ગયા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, બાળકની હાલત હાલ નાજુક છે.

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારનો મુકેશ રાવ પરિવાર સાથે વેસુ વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરી ત્યાં જ રહેતો હતો. નવનિર્મિત બિલ્ડિંગોમાં મજૂરી કામ કરી મુકેશ રાવ પરિવારનું ગુજરાન ચલાવે છે. મુકેશના પરિવારમાં બે સંતાન છે. ત્યારે મુકેશ રાવને એક વર્ષનો નાનો પ્રિન્સ છે. જયારે મુકેશ રાવ આવાસની એ બિલ્ડિંગ ખાતે કામ કરી રહ્યા હતા. ત્યારે તેની પત્ની એક વર્ષના પ્રિન્સને ટુવાલમાં લપેટી લઇ જઈ રહી હતી. આ જ સમયે લોડિંગ લીફ્ટના મશીનમાં ટૂવાલ ફસાયો હતો અને સાથે બાળકનો જમણો હાથ મશીનમાં(Child hand held in lift in Surat) આવી ગયો હતો અને કપાય ગયો હતો.

લિફ્ટના મશીનમાં ટુવાલ આવી ગયો

ઘટનાસ્થળ પર બાળકના રડવાનો અવાજ સંભાળી સૌ કોઈ ભેગા થઇ ગયા હતા. જેથી તાત્કાલિક સુપરવાઈઝર કારમાં બાળકને લઈને હોસ્પિટલ દોડી ગયો હતો. આવાસ યોજનાની સાઈટ સુપરવાઈઝર રાજ કિશોરે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, બાળકને માતા તેને ટુવાલમાં લપેટીને આવી રહી હતી ત્યારે લિફ્ટના મશીને ટુવાલ ખેંચી લીધો હતો. આથી બાળક પણ મશીનમાં આવી ગયું હતું.

માતા પિતા કપાયેલો હાથ લઇ સિવિલ પહોંચ્યા

બાળકના રડવાના અવાજ બાદ તાત્કાલિક ઘટના પ્રકાશમાં આવતા પરિજનો બાળકને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. ખભાના ભાગેથી હાથ છૂટો પડી ગયો.(Child hand held in lift in Surat) આ ઉપરાંત પ્રિન્સના માથા અને કાન પર પણ ગંભીર ઇજા થઈ છે. હાલ પ્રિન્સને ટ્રોમાં સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી ઓપરેશન માટે લઈ જવાયો છે. જોકે બાળકની હાલત ખૂબ જ નાજુક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *