વાત ભારતના ગૌરવની… 2023 માં વિશ્વસ્તર પર PM મોદીની બોલબાલા- આ 4 દેશો દ્વારા કરાયા સન્માનિત

PM Modi honored in 4 countries: ૨૦૨૩માં ચંદ્રયાન ૩ સફળ મિશન હોય કે પછી આંતરરાષ્ટ્રીય ગેમ્સ હોય, ભારત દેશ દરેક ક્ષેત્રમાં પોતાની એક અલગ જ…

PM Modi honored in 4 countries: ૨૦૨૩માં ચંદ્રયાન ૩ સફળ મિશન હોય કે પછી આંતરરાષ્ટ્રીય ગેમ્સ હોય, ભારત દેશ દરેક ક્ષેત્રમાં પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી રહ્યો છે. વિશ્વના તમામ દેશોએ ભારતની શક્તિને ઓળખી છે. ભારત દેશ વિશ્વના તમામ દેશોમાંથી સૌથી વધુ ઝડપી વિકાસશીલ દેશ તરીકે ઉભરી આવ્યો છે.(PM Modi honored in 4 countries) ત્યારે આ કહેવું કઈ ખોટું નથી ભારતની સરકારે વિશ્વના અન્ય દેશો સાથે ઉભા રહેવા માટે ઘણી રણનીતિઓ તૈયાર કરી છે. અને આનો શ્રેય દેશના વડાપ્રધાનને જાય છે.

વિશ્વના વિકસિત દેશોમાં સામે ભારતને રિપ્રેઝન્ટે કરવા પીએમ મોદી વિશ્વના ઘણા દેશોની મુલાકત લે છે. જેથી ભારતની એક ઓળખ ઉભી થાય છે. વિશ્વના તમામ દેશોએ વર્તમાન સંજોગોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાકાતને ઓળખી છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ‘મોદી-મોદી’ની ગુંજ સંભળાઈ રહી છે. ત્યારે ૨૦૨૩માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સ દ્વારા લીજન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ફ્રાંસનું સર્વોચ્ચ સન્માન છે. આ સાથે પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બની ગયા છે. પીએમ મોદીને વિશ્વના વિવિધ દેશોમાંથી મળેલું આ 14મું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે. આ પહેલા પીએમ મોદીને ઈજિપ્તમાં ઓર્ડર ઓફ નાઈલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કે પીએમ મોદીને અત્યાર સુધીમાં કયા દેશોમાં સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

ઇજિપ્ત દ્વારા વડાપ્રધાન મોદીને ઇજિપ્તનું સર્વોચ્ચ રાજ્ય સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ (કિલ્દત અલ નીલ) એનાયત કરવામાં આવ્યું હતું. જો કે, આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ રાજ્ય સન્માનથી નવાજવામાં આવ્યા હોય. આ પહેલા પણ પપુઆ ન્યુ ગીની, સાઉદી અરેબિયા સહિત 12 દેશોએ વડાપ્રધાનનું સન્માન કર્યું છે અને અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારત સમક્ષ સન્માનપૂર્વક માથું નમાવ્યું છે.

2023માં PM મોદીને કરાયા સન્માનિત (PM Modi honored in 4 countries)

જુલાઈ 2023: ફ્રાન્સે પીએમ મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા.
જૂન 2023: ઇજિપ્તમાં ઓર્ડર ઓફ ધ નાઇલ એનાયત.
મે 2023: પાપુઆ ન્યુ ગિની દ્વારા કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ પુરસ્કાર.
મે 2023: પીએમ મોદીને ફિજીમાં કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા.

કૈરોમાં પણ સન્માનિત
તેમના કાર્યકાળના છેલ્લા નવ વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદીને ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. વડાપ્રધાન મોદીને કૈરોમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી દ્વારા ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એનાયત કરવામાં આવ્યા હતા. આ 13મું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે જે વિશ્વના વિવિધ દેશોએ વડાપ્રધાન મોદીને આપ્યું છે.

કેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ
વડા પ્રધાન મોદીને મે 2023 માં પેસિફિક ટાપુ દેશોની એકતાને ટેકો આપવા અને ગ્લોબલ સાઉથ માટે નેતૃત્વ કરવા બદલ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી
ફિજીના વડા પ્રધાન સિટિવેની રાબુકાએ મે 2023માં વડા પ્રધાન મોદીને વૈશ્વિક નેતૃત્વ માટે ફિજીના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા. માત્ર થોડા જ નોન-ફિજીયનોને આ સન્માન આપવામાં આવ્યું છે. જેમાં હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સામેલ છે.

રિપબ્લિક ઓફ પલાઉ અબાકલ એવોર્ડ
રિપબ્લિક ઓફ પલાઉએ મે 2023માં વડાપ્રધાન મોદીને અબાકાલ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. વડા પ્રધાન મોદીની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત દરમિયાન, પલાઉ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ, સુરજેલ વ્હીપ્સ જુનિયર, તેમને અબાકાલ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો
ભૂટાને ડિસેમ્બર 2021માં વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’ (ડ્રેગન કિંગ)થી સન્માનિત કર્યા હતા. ભારત માટે આ ગર્વની વાત છે.

લીજન ઓફ મેરિટ
વડા પ્રધાન મોદીને ડિસેમ્બર 2020 માં તત્કાલિન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ‘લિજન ઑફ મેરિટ’ ડિગ્રી ચીફ કમાન્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ સશસ્ત્ર દળોનું આ સન્માન ઉત્કૃષ્ટ સેવાઓ અને સિદ્ધિઓના પ્રદર્શનમાં અસાધારણ રીતે મેરીટરી આચરણ માટે આપવામાં આવે છે.

ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાન્સ
વડાપ્રધાન મોદીને વર્ષ 2019માં ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાન્સ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે બહેરીન દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

નિશાન ઇઝ્ઝુદ્દીન સન્માન
વર્ષ 2019માં માલદીવે વડાપ્રધાન મોદીને ‘નિશાન ઇઝ્ઝુદ્દીન’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ સન્માન માલદીવ દ્વારા વિદેશી મહાનુભાવોને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે.

ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ
વડાપ્રધાન મોદીને 2019માં રશિયા દ્વારા તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ’ એનાયત કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ બાદ ભારત અને રશિયાના સંબંધોમાં ઘણો સુધારો થયો હતો.

ઓર્ડર ઓર્ડર ઓફ ઝાયેદ
વડાપ્રધાન મોદીને વર્ષ 2019માં ઓર્ડર ઓફ ઝાયેદથી નવાજવામાં આવ્યા હતા. તે સંયુક્ત આરબ અમીરાત (UAE) નું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડ
વડાપ્રધાન મોદીને 2018માં ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદેશી મહાનુભાવોને આપવામાં આવેલું તે પેલેસ્ટાઈનનું સર્વોચ્ચ સન્માન છે. વડાપ્રધાન મોદી જ્યારે 2018માં પેલેસ્ટાઈનની મુલાકાતે હતા ત્યારે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *