Surat: તમામ ઔદ્યોગિક ક્ષેત્ર પર કારીગરોની જરૂર પડે જ છે. જો આપણે ઇચ્છતા હોયે કે કારીગર સારું કામ કરે તો તેને ખુબજ સચવા પડે છે. આપણે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં કારીગરોએ પોતાની મહેનત અને ઈમાનદારીથી કામ કરીને પોતાના માલિકનું દિલ જીતી લેતા હોય છે.ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરમાં કાપડ અને ડાયમંડનું ખૂબ જ મોટું માર્કેટ આવેલું છે.
સુરત શહેરમાં મોટું માર્કેટ હોવાથી અલગ અલગ રાજ્યના લોકો રોજગારી મેળવવા માટે અહી આવે છે. દરેક માલિકની ફરજ હોય છે જે તેમના તમામ કારીગરોને સાચવવા. ઘણીવાર આપને ઓટા હોયે છીએ કે, કારીગર અને માલિક વચ્ચે ઝઘડા થતા હોય છે. હાલ કારીગર અને માલિક વચ્ચેના ઝઘડાની એવીજ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે.
સુરત શહેરમાંથી સામે આવીલી આ ઘટનામાં ભેગા મળીને કારીગરોએ માલિક સાથે કંઈક એવું કર્યું છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સુરતમાં આવેલા કુબેર પાર્ક ઇન્ડસ્ટ્રીમાં માન સરોવર ગલી પાસે કુલદીપ ભાઈ એમ્બ્રોડરીના મશીન ચલાવે છે. ખાતામાં કામ કરતા કારીગરે કુલદીપભાઈ પાસે 50 રૂપિયાની માંગ કરી હતી.
કુલદીપભાઈ પાસે આ કારીગર વારંવાર પૈસા માગતો હતો અને તેથી આ વખતે કુલદીપભાઈએ કારીગરને 50 રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. કુલદીપભાઈની ના સાંભળતા કારીગર ખુબ જ ગુસ્સે થયો હતો. અને ગુસ્સામાં આવીને કારીગરે પોતાના મિત્રને ફોન કર્યો અને બોલાવ્યા હતા.
ત્યારબાદ કારીગરે પોતાના મિત્રો સાથે મળીને પ્લાન બનાવ્યો કે આજે આપણે મળીને મારા માલિકને લૂંટી લેવાનો છે. ત્યાર બાદ પ્લાનના આધારે કારીગર પોતાના મિત્રો સાથે કુલદીપ પાસે ગયો હતો. ત્યાં પહોચીને કુલદીપના પેટ ઉપર પગ મૂકીને તેમનો જીવ લેવાની ધમકી આપી અને 48 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ત્યાર બાદ કારીગર અને તમામ મિત્રો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
કુલદીપભાઈએ 50 રૂપિયા આપવાની ના પડતા 48 હજાર રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ કુલદીપએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા સીસીટીવીના આધારે ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.