ગણતરીની કલાકોમાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરશે બિપોરજોય, ગુજરાતથી માત્ર આટલા કિમી જ દુર…

Cyclone Biporjoy: હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરેલી આગાહી અનુસાર ગુજરાત (Gujarat) રાજ્ય પર બિપોરજોય (Biporjoy) નો ખતરો વધતો જાય છે, જેમાં એક્સ્ટ્રીમલી સિવિલયર સાયક્લોનિક…

Cyclone Biporjoy: હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરેલી આગાહી અનુસાર ગુજરાત (Gujarat) રાજ્ય પર બિપોરજોય (Biporjoy) નો ખતરો વધતો જાય છે, જેમાં એક્સ્ટ્રીમલી સિવિલયર સાયક્લોનિક સ્ટોર્મ બન્યુ છે અને બિપોરજોય વાવાઝોડુ (Cyclone Biporjoy) પોરબંદર (Porbandar) થી માત્ર 510 કિમી જ દૂર છે. તેમજ બિપોરજોય વાવાઝોડુ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની ભારે અસર વર્તાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, તેમજ વાવાઝોડાના ખતરાને જોતા તંત્રને સાબદુ કરવામાં આવ્યુ છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી અનુસાર આવતીકાલથી પવનની ગતિ 50 કિમીથી પણ વધુ રહેવાની સંભાવના છે. સાથે જ NDRFની ટીમ વલસાડ, પોરબંદર અને વેરાવળ તૈનાત છે.

SDRFની ટીમ કચ્છમાં સ્ટેન્ડ બાય મોડ પર છે સાથે જ તમામ બીચ પર સહેલાણીઓ માટે રોક પણ લગાવવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કોસ્ટગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. હવાઈ નીરિક્ષણ કરવામાં આવી રહ્યું છે કે, માછીમારો માછીમારી ન કરે. 

બિપોરજોય વાવાઝોડાને લઇને ખુબજ મહત્વના સમાચાર સામે આવ્યા છે, બિપોરજોય વાવાઝોડુ ગુજરાત રાજ્યના દરિયાકાંઠા બાજુ આગળ વધ્યું છે. બિપોરજોય વાવાઝોડુ દ્વારકા, પોરબંદર અને નલિયા નજીક પહોંચ્યું છે. મળતી માહિતી અનુસાર વાવાઝોડુ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાવાઝોડુ પોરબંદરના દરિયાકાંઠેથી 510 કિમી દૂર છે. તેમજ દ્વારકાના દરિયાકાંઠથી વાવાઝોડુ 600 કિમી દૂર છે અને 680 કિમી નલિયાના દરિયાકાંઠેથી વાવાઝોડુ દૂર છે. હાલ વાવાઝોડાના લેન્ડફોલની દિશા પાકિસ્તાન બાજુ છે. મળતી માહિતી અનુસાર વાવાઝોડુ આગામી 24 કલાકમાં વધુ તીવ્રતાથી આગળ વધશે.

મળતી માહિતી અનુસાર બિપોરજોય વાવાઝોડુ મુંબઈથી 600 કિમી દૂર છે, તેમજ કરાંચીથી 840 કિમી દૂર છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદી માહોલ જોવા મળશે અને પવનની ગતિ 45 થી 55 કિમી સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 13 થી તારીખ 15 જૂન દરમિયાન પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાકની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *