સોશિયલ મીડિયા પર સતત સામે આવી રહેલ ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે, હવે લોકોમાં અંગદાન તથા રક્તદાન અંગેની જાગૃતિ આવી રહી છે ત્યારે હાલમાં પણ ગઈકાલે એટલે કે, 26 જાન્યુઆરીનાં રોજ મહિલાઓ માટે પ્રેરણારૂપ બને એવી ઘટના સામે આવી છે.
સુરતની કુલ 25 જેટલી બહેનો દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મહિલાઓ દ્વારા સેવાકિય પ્રવૃત્તિમાં ઝંપલાવીને ‘એક સમાજ એક દેશ’ બનાવવાના શપથ લેવામાં આવ્યા છે. આટલું જ નહીં, પણ દ્વારકાધીશ ગ્રૂપની આ બહેનોએ સૌપ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન કરવાની સાથે જ નિદાન કેમ્પનું પણ આયોજન કર્યું હતું.
100થી પણ વધારે બોટલ લોહિ એકત્ર કરાયું :
રક્તદાન શિબિરમાં ખુબ મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કરીને દેશભક્તિને ગણતંત્ર દિન નિમિત્તે સાર્થક કરી બતાવી હતી. 100થી પણ વધારે રક્ત બોટલો એકત્ર કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સાથે મહાનગર પાલિકા દ્વારા ટીબી નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી પણ વધારે લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.આની સાથે જ ટીબી અંગેની જાગૃતા પણ આપવામાં આવી હતી.
તબિબોએ નિઃશૂલ્ક સેવા આપી :
આ રક્તદાન શિબિરમાં રેડક્રોસ બ્લડબેંકના અધ્યક્ષ પ્રફુલભાઈ શિરોયા તથા તેમની ટીમ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આની સાથે જ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડોક્ટર હર્ષદભાઈ રાઠોડ, MD ડો. ભાવિનભાઈ દેસાઈ, ડો.પિયુષભાઈ પટોળીયા તથા ઓર્થો ડો. ધર્મેશભાઈ છોટાલાએ વિનામૂલ્યે સેવા આપીને 200થી પણ વધારે દર્દીઓનું ફ્રી ચેકઅપ કરવામાં આવ્યું હતું.
તબિબોએ નિઃશૂલ્ક સેવા આપી
આ રક્તદાન શિબિરમાં રેડક્રોસ બ્લડબેંકના અધ્યક્ષ પ્રફુલભાઈ શિરોયા અને તેમની ટીમે ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી.તેમજ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડોક્ટર હર્ષદભાઈ રાઠોડ,એમડી ડો. ભાવિનભાઈ દેસાઈ, ડો.પિયુષભાઈ પટોળીયા અને ઓર્થો ડો. ધર્મેશભાઈ છોટાલાએ વિનામૂલ્યે સેવા આપી 200થી પણ વધુ દર્દીઓનું ફ્રી ચેકઅપ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle