Surat Code Sign Multimedia Institute News: ગ્લોબલવાર્મિંગના કારણે પર્યાવરણની સમતુલા ખોરવાઇ રહી છે ત્યારે લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ આવે તે માટે સુરતના સોનાણી પરિવારે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં કોડ સાઇન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટના ઓનર અભિષેક સોનાણીના(Surat Code Sign Multimedia Institute News) જન્મદિવસની ઉજવણીમાં 23 વૃક્ષઓ વાવવામાં આવ્યા હતા.વૃક્ષોના આડેધડ નિકંદનને લઇ વિશ્વ પર ઊભી થઈ રહેલી ગ્લોબલ વોર્મિગની અસર સામે વધુ વૃક્ષનું વાવેતર કરવું જરૂરી બની ગયું છે.
વૃક્ષઓ વાવી જન્મદિવસની ઉજવણી
ગ્લોબલ વોર્મિગની જટિલ સમસ્યાને દૂર કરવા વિશ્વમાં પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ હજી પણ લોકોમાં જોઈએ એટલી જાગૃતી આવી નથી. પર્યાવરણના જતન માટે જો દરેક માનવી દ્વારા એક પણ વૃક્ષ વાવે તો ગ્લોબલ વોર્મિગની અસરને અટકાવવામાં મદદરૂપ થઇ શકે તેમ છે.
બસ છે જરૂર છે લોકોને જાગૃત કરવાની. બસ કંઈક આવાજ વિચાર સાથે સુરતમાં કોડ સાઇન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટના ઓનર એવા અભિષેક સોનાણીના જન્મદિવસ નિમિત્તે અનોખી પહેલ કરી તમામ વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરીને એક દાખલો પૂરો પાડ્યો પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ સાથે મળીને 23માં જન્મદિવસ નિમિત્તે 23 વૃક્ષો વાવી જન્મદિવસની ઉજવણી કરી હતી.
ધરતીનું આભૂષણ છે વૃક્ષઓ
વૃક્ષો ધરતીનું આભૂષણ છે. દરેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવી પર્યાવરણનું જતન કરવુ જોઇએ. માણસ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે. આપણે ત્યા વર્ષોથી વૃક્ષોની, પશુ પક્ષીઓની પુજા અર્ચના કરવામાં આવતી હોવાનું જોવા મળતુ હોય છે. વૃક્ષો અને પક્ષીઓનું જતન થાય તે માટે રાજ્ય સરકાર પણ હંમેશા પ્રયત્નશીલ રહે છે.
જુદી જુદી સંસ્થાઓ પણ પર્યાવરણલક્ષી કામગીરી કરતી હોય છે. જેના ભાગ રૂપે આજે અભિષેક સોનાણી દ્વારા વૃક્ષઓ વાવવામાં આવ્યા હતા. આ સાથે જ અભિષેક સોનાણીએ જણાવ્યું હતું કે, હું દરેક લોકોને અપીલ કરવા મંગુ છું કે તમારો જન્મદિવસ હોય અથવા કોઈપણ શુભ કાર્ય હોય તો વૃક્ષઓ વાવી તેની ઉજવણી કરવી જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App