રાજ્યમાંથી અવારનવાર હત્યાના બનાવો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટના રાજ્યના સુરત શહેરમાથી સામે આવી રહી છે. આ ઘટના શહેરમાં આવેલ પરવત પાટિયા પાસે બની હતી. જાહેરમાં જ અજાણ્યા ઇસમોના મારનો ભોગ બનેલ યુવકનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.
જો કે, 24 કલાક બાદ પણ પોસ્ટમોર્ટમ ન થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. અનિલ સુખદેવ તાઈડેને 108માં સિવિલ લવાયા પછી તેણે મેડિકલ ઓફિસરને કહ્યું હતું કે, કુલ 3 લોકોએ ગડદાપાટું તથા પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. આમ, તંત્ર દોડતું થયું હતું.
સર્જરીમાં રિફર કરાયો હતો:
નામ ન લખવાની શરતે મેડિકલ ઓફિસર જણાવે છે કે, MLC ચોપડામાં દર્દીને 30 મી નાં રોજ સવારમાં 10 વાગે 108માં દર્દીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કુલ 3 અજાણ્યા ઈસમોએ માર માર્યો હોવાનું કહ્યું હતું. મેડિકલ ઓફિસર આરતીબેન દ્વારા આ કેસને ઓપરેટ કરવામાં આવ્યો હતો અને શરીર પર મારનાં નિશાનનો MLC ચોપડામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાથ-છાતી, પીઠ પર ઇજાનાં ગંભીર નિશાન મળતાં સર્જરીમાં રિફર કરાયા પછી દાખલ કરવામાં આવ્યો હતો.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે:
સારવાર વખતે મોતને ભેટેલા અનિલ તાઈડેના દાખલ કેસ પેપરમાં પણ માર મારવામાં આવ્યો હોવાનું ડોક્ટરને કહ્યું હતું કે, જેમાં પણ સારવાર કરનાર ડોક્ટરોએ ઇજાનાં નિશાન બતાવ્યાં છે. આટલું જ નહીં, પણ સર્જરી વિભાગ દ્વારા અનિલના મોતનું કારણ માથા તથા છાતીના ભાગની ઇજા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આજે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા પછી મોતનું સાચું કારણ સામે આવશે. પુણા પોલીસ દ્વારા આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.