હાલમાં પંજાબ, હરિયાણાના લાખો ખેડૂતો સહીત દેશભરમાંથી ખેડૂતોના સમર્થનમાં લોકો આગળ આવી રહ્યા છે ત્યારે હવે રાજકીય પક્ષો પણ મોદી સરકારને ખેડૂતો સામે જુકવવા અને કૃષિબીલ ને રદ્દ કરવા ની માંગ સાથે ખેડૂતોના સમર્થનમાં સામે આગળ આવી રહ્યા છે. ત્યારે હવે દિલ્હી બાદ સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને મજબુત સમર્થન આપવા આગળ આવી છે.
આજે સુરત ભાજપ કાર્યલય નો ઘેરાવો કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ચોંકાવનારો કાર્યક્રમ આપીને પોલીસને પણ દોડતી કરી હતી. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, ખેડૂત વિરોધી કાળા કાયદાઓ પાછા ખેંચવાની માંગણી સાથે સુરત ભાજપ કાર્યાલય ઉપર આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો અને આમ આદમી પાર્ટી ગુજરાતના અનેક નેતાઓ પંજાબ પહોચીને ખેડુતોને સમર્થન આપવા પહેલા જ પહોચી ચુક્યા છે અને હવે દરેક શહેર તાલુકે ભાજપના કાર્યાલયોના ઘેરાવ કરીને ભાજપના નેતાઓને જગાડીશું.”
ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની આગેવાનીમાં ભેગા થયેલા કાર્યકર્તાઓએ સરકાર અને ભાજપ પક્ષ વિરોધી નારાઓ લગાવ્યા હતા. ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું કે, સરકારી અધિકારીઓને ખુબ આવેદન પત્ર આપ્યા, પરંતુ હવે આમ આદમીની લોકતાંત્રિક લડાઈ સીધી ભાજપ સામે કરવાનો સમય આવી ગયો છે. આમ આદમી પાટીઁ સુરતના કાયઁકરો દ્વારા 3 કૃષી બિલ કાયદા વિરુઘ્ઘમાં અને દિલ્હીમાં ચાલી રહેલા ખેડુતોના સમથઁનમાં AAP કાયઁકરો દ્વારા ભાજપ કાયાઁલયનો ઘેરાવ કર્યો છે અને હવે તાલુકે જિલ્લે ભાજપના કાર્યાલયોનો ઘરાવો થશે.
આ વિરોધ પ્રદશન જોઇને દોડતી થયેલી ડીંડોલી પોલીસ એ સ્થળે પર પહોચીને 100 થી વઘુ કાયઁકરોને અટકાયત કરી લઇ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle