ટ્રક અને ટ્રેક્ટર ધડાકાભેર અથડાતા થયો ગોઝારો અકસ્માત, ઘટના સ્થળે જ આટલા લોકોના મોત

ગુજરાતમાં સતત અકસ્માતોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. ત્યારે ગઈકાલે શનિવારે જ બનાસકાંઠાના કાંકરેજમાં ટ્રેક્ટર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે આજે…

ગુજરાતમાં સતત અકસ્માતોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. ત્યારે ગઈકાલે શનિવારે જ બનાસકાંઠાના કાંકરેજમાં ટ્રેક્ટર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે આજે વહેલી સવારે બે ટ્રેલર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નીપજ્યું. થરાદ-સાંચોર હાઇવે ઉપર હોટલ નજીક રવિવારે વહેલી સવારે બે ટ્રકો વચ્ચે અકસ્માત બાદ આગ ભભૂકી ઉઠી હતી. આ દૂર્ઘટનામાં બંને ચાલક જીવતા જ ભૂંજાઇ જતાં તેનુ મોત નિપજ્યું હતુ. જ્યારે ઇજાગ્રસ્ત ખલાસી કાચ તોડી બહાર નીકળી ગયો હતો. જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ઘટના સ્થળ ઉપર તરત જ લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. જેમાંથી કોઇએ ફાયરબ્રિગેડને જન કરી હતી. થરાદ નગરપાલિકાના ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. રવિવારે વહેલી સવારે સિમેન્ટ ભરેલી ટ્રક જીજે. 25. ટી. 7131 અને એરંડા ભરેલી ટ્રક નં. આર. જે. 19. જીઇ. 5307 વચ્ચે હોટલ નજીક ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

થરાદ સાંચોર હાઈવે પર આજે વહેલી સવારે આ ઘટના બની હતી. વહેલી સવારે આજે થરાદ સાચોર હાઈવે પર સર્વોત્તમ હોટેલ નજીક બે ટ્રેલર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો. ટ્રેલરમાં અકસ્માત સર્જાયા બાદ બંને ટ્રકોમાં આગ ભબુકી ઉઠી હતી. જેમાં બંને ચાલક જીવતા ભૂંજાઇ થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.

જ્યારે ખલાસી પોરબંદરના રાતીયાનેસના મેસુરભાઇ સામતભાઇ કરમટા (રબારી)ને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં થરાદ ફાયર બ્રિગેડના ઓફિસર વિરમભાઇ ટીમ સાથે દોડી આવ્યા હતા. જેમણે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ અંગે મેસુરભાઇ કરમટાએ થરાદ પોલીસ મથકે નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *