ભાજપની પોલીસ દંડ ઉઘરાવવા ટાર્ગેટ આપે, અમે આવું નહી થવા દઈએ- આમ આદમી પાર્ટીની દંડ બચાવો ઝુંબેશ

કોરોનાકાળમાં માસ્ક ન પહેરવા બ્લડ પોલીસ જનતા પાસેથી 1,000 રૂપિયાનો મસમોટા દંડની વસુલાત કરી રહી છે  ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના માસ્કના નામે દંડ વસૂલાત કરવાંના વિરોધમાં ‘આમ આદમી પાર્ટી’ રસ્તા પર ઉતરીને લોકોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે.

શહેરના વોર્ડ નંબર 6-7-8 એટલે કે, ડભોલી-જહાંગીરપુરા વિસ્તારમાં આપના કાર્યકરોએ આજે પોલીસની હાજરીમાં અનોખો વિરોધ કરીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હાથમાં બેનરો લઈને કરવામાં આવી રહેલ વિરોધ પ્રદર્શનની પાછળ લોકોને જાગૃત કરવાનો ધ્યેય હોવાનું જાણવા મળી રહ્યું છે.

આપના કાર્યકર્તાઓએ લોકોને જણાવતાં કહ્યું હતું કે, પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્ય પહેરો. જેને કારણે લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે તેમજ લોકો માસ્ક પહેરીને બહાર નીકળી રહ્યાં છે જેનાથી પોલીસ દંડ ઉઘરાવી શકે નહીં.

બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો :
રાજકીય નેતાઓને માસ્કનો દંડ નહીં પણ જનતા પાસેથી પોલીસ દ્વારા દંડ લેવામાં આવે છે એના બેનર સાથેનો વિરોધ જોવા માટે લોકોની ભીડ એકત્ર થતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના અનોખો વિરોધ દ્વારા જાગૃતિના મેસેજમાં લોકોને જણાવી રહ્યા છે કે, પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્યપણે પહેરવું જોઈએ.

લોકોને પાલિકાના દંડથી બચાવવાનો પ્રયત્ન :
આપનાં કાર્યકર્તા જુલિયન વાઘાણી જણાવતાં કહે છે કે, સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે ધંધા-રોજગાર ભાગી પડ્યા છે. લોકોની સ્તિથી વધુને વધુ કફોડી બનતી જાય છે. આવા સંજોગોમાં પાલિકા માસ્ક વિના પકડાતા લોકોની પાસેથી 500-1000નો દંડ ઉઘરાવે એ કેટલું વ્યાજબી છે?

પાલિકા સમાજના આર્થિક રીતે નબળા વ્યક્તિઓની સાથે રમવાનું બંધ કરે એવી જ વિનંતી છે. માસ્કથી કોઈ પણ વ્યક્તિ દંડાઈ નહીં એની માટે આજે અમે વિના મૂલ્ય રાહદારીઓ તથા વાહન ચાલકોને માસ્ક આપીને પાલિકાના દંડથી બચાવવાનો પ્રયત્ન કરીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

આમ આદમી પાર્ટીના પ્રવકતા યોગેશ જાદવાણી એ આ બાબતે ત્રિશુલ ન્યુઝની સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ભાજપની પોલીસ દંડ ઉઘરાવવા ટાર્ગેટ આપે, અમે આવું નહી થવા દઈએ. પોલીસ જ્યાં ખોટો દંડ ઉઘરાવવા ઉભી રહેશે ત્યાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો દરરોજ સાંજે પ્લે કાર્ડ લઈને ઉભા રહેશે અને લોકોને પોલીસની ખોટી રીતે દંડ ઉઘરાવવાની નીતિને ઉઘાડી પાડશે અને તેમનો ટાર્ગેટ પૂરો નહી થવા દઈએ. પોલીસને દારૂના અડ્ડાઓ, જુગારધામ પર જવાની હિંમત નથી કારણકે ત્યાંથી હપ્તા આવે છે અને એટલે જ ગુજરાત પોલીસ સામાન્ય નાગરિકોને દંડિત કરીને ગુજરાત ભાજપને ફંડ એકઠું કરી આપવાનું કામ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *