સુરત ACB એ AAP કોર્પોરેટર વિપુલ સુહાગિયાની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

Surat AAP corporator Arrests: સુરતમાંથી એક મોટા સમાચાર આવ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માગણી કરવાના આરોપ હેઠળ ACB માં ફરિયાદ થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. AAP પાર્ટીનાં કોર્પોરેટર(Surat AAP corporator Arrests ) સામે SMC નાં પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા માગ્યા હોવાનો આરોપ થતાં મોડી રાતે તેમની ધરપકડ કરવામાં આવી છે.

પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસા માગ્યાનો આરોપ
સુરતના પુણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા મામલો ગરમાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આપ પાર્ટીનાં કોર્પોરેટર વિપુલ સુહગિયા વિરુદ્ધ આરોપ છે કે થોડા સમય પહેલા પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે આપ કોર્પોરેટર દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી. SMC ના પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસે વિપુલ સુહગિયાએ રૂપિયાની માગણી કરી હતી.

સુરત ACB દ્વારા કોર્પોરેટરની મોડી રાત્રે કરી ધરપકડ
જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા આપવા ના માગતા હોવાથી સુરત ACB માં AAP કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આથી, ફરિયાદના આધારે સુરત એસીબીએ મોડી રાતે જ વિપુલ સુહગિયાની ધરપકડ કરી હતી. આ મામલે સુરત એસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ આપ કોર્પોરેટરની ધરપકડ થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

‘વોઇસ સ્પેક્ટોગ્રાફી’ પરિક્ષણ કરાવવામાં આવ્યું
આ અંગે કાયદાકીય જોગવાઇઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું FSL ખાતે ‘વોઇસ સ્પેક્ટોગ્રાફી’ પરિક્ષણ કરાવવામાં આવ્યું હતું.

આ પરિક્ષણમાં રજૂ કરાયેલી CDમાં ફરિયાદી કોન્ટ્રાક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું FSL દ્વારા પ્રસ્થાપિત થયું અને આ અંગેનું પ્રમાણપત્ર આપ્યું છે. જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવેલી 10 લાખની લાંચની માંગણીને તપાસ દરમિયાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયું હતું.