સુરત(Surat): શહેરમાં દિવસેને દિવસે સતત ગુનાખોરો(Criminals) બેફામ બની રહ્યા છે અને કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે શહેરના લુખ્ખાતત્વો અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. ત્યારે હવે આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટે સુરત પોલીસ કમિશનર(Surat Police Commissioner) અજય તોમર(Ajay Tomar) લોકોમાં જાગૃતિ કેમ ફેલાવવામાં આવે તે પ્રકારના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે હવે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર લોકોની સમક્ષ નજરે પડી રહ્યા છે અને લોકોના દ્વારે જઈને લોકોમાં જેમ બને તેમ જાગૃતિ આવે તે પ્રકારની તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર દ્વારા પોતાના ઓફીસના ટાઈમ બાદ જુદા જુદા વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે લોકોની સમક્ષ જઈ રહ્યા છે.
પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરના મહિધરપુરા વિસ્તારમાં પહોંચીને લોકોની સમસ્યાને લઈને હાલ ચાલ પૂછી રહ્યા છે. સાથે લોકોને અપીલ કરી રહ્યા છે કે, પોલીસથી ડરશો નહિ કે પોલીસ પાસે આવતા અચકાસો નહિ. પોલીસ લોકોની સુરક્ષા માટે જ છે.
આ પ્રકારે અલગ અલગ વિસ્તારમાં પહોંચીને લોકોમાં એક જાગૃતિ ફેલાવવાનું ઉમદા કાર્ય પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે ખુબ જ સરાહનીય અને બિરદાવવા લાયક કહી શકાય.
ગઈ કાલે યોજાયેલ ‘સલામત સુરત પરિસંવાદ’ કાર્યક્રમમાં જાણો શું કહ્યું પોલીસ કમિશનર અજય તોમરે:
પોલીસ કમિશ્નર અજય તોમર કહે છે કે, મારા અધિકારીઓ, તમામ સ્ટાફ ચાંદ પરથી કે, મંગળ પરથી નથી આવ્યા. અમે તમામ લોકો આ સમાજના જ છીએ. સમાજમાં અમુક ઘટના સામે આવે છે ત્યારે અનેક લોકો કહે છે પોલીસનો ખૌફ કે ડર ઓછો થઈ ગયો છે, એવી વાતથી ઘણા મોટા પ્રશ્નો પેદા થઇ રહ્યા છે. શું તમારે ફરીથી અંગ્રેજોના ટાઈમની પોલીસ જોઈએ છે? 1857 બાદ અંગ્રેજોએ આ પોલીસની સ્થાપના કરી હતી. તે પહેલાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આવ્યો.
આ પ્રથમ સ્વતંત્ર સંગ્રામમાં મંગલ પાંડે હતાં, રાણી લક્ષ્મીબાઈ હતાં. ત્યારે અંગ્રેજોએ લોકોના ગળા કાપી નાંખ્યા હતાઅ અને ત્યારે ઈન્ડિયાને ફરીથી કંટ્રોલ કરી દીધા. દુનિયામાં કોઈ પ્રકારની એવી લોકશાહી નથી કે, જ્યાં લોકો એમ ઈચ્છતા હોય કે પોલીસનો ખૌફ હોવો જરૂરી છે. પોલીસનો ખૌફ હોવો જ ન જોઈએ. પોલીસ પર તમામ લોકોનો વિશ્વાસ હોવો જોઈએ. પોલીસ અને સમાજના સારા સંબંધ સુરતમાં ઉભા થાય તેના માટે તમામ કોશિશ મારા દ્વારા કરવામાં આવી રહી છે અને આગળ પણ કરતો રહીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.