પત્નીએ રંગરેલિયા ભરત ને ગર્લફ્રેન્ડ સાથે પકડ્યો, જુઓ વિડીયોમાં કેવી કરી હાલત

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના રાષ્ટ્રીય નેતાને તેમની પત્નીએ રંગરેલિયા મનાવતા રંગે હાથે અડધી રાત્રે ઝડપી પાડવામાં આવ્યા છે. જેનો વિડીયો(Video) સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થતા રાજકારણમાં હાહાકાર મચી ગયો છે. જેને કારણે મોડી રાતથી રંગ રેલીયા મનાવતા આ નેતા કોણ છે તેને લઇને તપાસના ધમધમાટ શરુ થઇ ગયા છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના ગુજરાતના આણંદના આશ્રય બંગલોની હોવાનું સામે આવ્યું છે, જ્યાં મોડી રાત્રે એક મહિલાએ બારણું ખખડાવ્યુ હતું અને દરવાજો ખુલતાની સાથે જ તેમના પતિ જોવા મળ્યા હતા અને તેમની બાજુમાં 24 વર્ષની યુવતી પણ ઉભી હતી.

આ યુવતીને જોઇને મહિલાનો ગુસ્સો બેકાબુ બની ગયો હતો. મહિલા જયારે યુવતી તરફ ગઈ તો પતિ ભરતે આ મહિલાને ધક્કો મારી પાડી દીધી હતી અને ત્યારે આ મહિલાએ હોબાળો મચાવ્યો હતો ત્યારે ભરત અને તેમની પ્રેમિકાએ મહિલાને મારવાની શરુઆત કરી હતી. જેથી મહિલાએ પણ પોતાનો બચાવ કરવા માટે સામે પ્રતિકાર કર્યો. બુમા બુમ સાંભળી સોસાયટીના રહીશો દોડી આવ્યા અને ભીડ ભેગી થઇ ગઈ હતી. ત્યારે નેતાજી અને તેમની પ્રેમિકા ભાગવાની કોશિશ કરતા હતા પણ ભરતની પત્નીએ બન્નેને મેથીપાક ચખાડ્યો હતો.

તમને બતાવી દઇએ કે નેતાનુ નામ ભરત છે. ત્યારે તેમની પત્ની રેશ્મા માહિતી મળી હતી કે, ભરત કોઇ યુવતી સાથે આણંદના કોઇ બંગલોમાં રંગ રેલીયા મનાવી રહ્યા છે. માહિતીના મળતા તેની પત્ની પહોચી ગઈ અને તપાસ કરી તો માહિતી સાચી નિકળી અને હોબાળો મચી ગયો હતો.

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા કોંગ્રેસના મહિલા નેતા દ્વારા ભરત ઉપર ગંભીર પ્રકારના આરોપ લગાવ્યા હતો, આ બાબતે તેઓએ કોંગ્રેસના કેન્દ્રિય નેતૃત્વને પણ પત્ર લખીને રજુઆત કરી હતી પણ કોઇ પરિણામ આવ્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *